આણંદ,તા.૨૦
અમુલે દુધમાં પ્રતિલિટર રૂ.૨નો વધારો કર્યો છે. જેમાં અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે. આજથી નવા ભાવનો અમલ શરૂ થશે.
દુધની આવક ઘટતા ભાવ વધારોઃ મળતી માહિતી પ્રમાણે ઉનાળામાં દુધની આવક ઘટી જતા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે અમુલે દુધની ખરીદીના ભાવમાં પણ વધારો કર્યો છે. આ ઉપરાંત ભેંસના દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.૧૦ અને ગાયના દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.૪.૬૦નો વધારો કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





