કોગ્રેસ સાંજે પો.કમિશનરને પરિયાદ કરશેં
સુરત, તા.૨૦
ગતરોજ સુરતના લિંબાયત ખાતે ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના હત્યારા નથુરામ ગોડસે ની જન્મ જયંતી અખિલ ભારતીય હિન્દુ મહાસભા દ્વારા ઉજવામાં આવી છે તેના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાંજે ૪ કલાકે સુરત પોલીસ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવામાં આવશે. તેમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની જન્મ જયંતીની ઉજવણી લીંબાયત ખાતે કરવામાં આવી હોવાનો અહેવાલ ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારીત કરતા ગોડસેની જન્મ જયંતીની ઉજવણી કાર્યક્રમ અંગે ગંબીર પ્રત્યાઘાતો પડવાની શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



