ન્યુ દિલ્હી,તા.૨૬
કોર્પોરેટ ડિફોલ્ટર્સ વિરુદ્ધ બેંકોએ આગામી અઠવાડિયે બેંકરપ્સી પ્રોસિડિંગની શરૂઆત કરવી પડશે, કેમ કે ૧૨ ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક આૅફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત ૬ મહિનાની સમય મર્યાદા સોમવારે સમાપ્ત થઈ જશે. ત્યારે રિઝોલ્યૂશનમાં અસફળ રહેલી કંપનીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. અંદાજીત ૬૦ ખાતાં પર ૩.૫ લાખ કરોડ રૂપિયાનું દેવું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેમને અગાઉ નોન પર્ફો‹મગ એસેટ્સ (દ્ગઁછ) જાહેર કરવામાં આવ્યાં હતાં.
૧૮૦ દિવસની સમય સીમા નજીક છે, પરંતુ એસબીઆઈ ૧૧ ડિફોલ્ટર્સ કેસના સમાધાન માટે પૂરું જાર લગાવી રહી છે જેમના પર ૬૨ હજાર કરોડ રૂપિયા જેવું દેવું છે. સ્ટેટ બેંક આૅફ ઈન્ડિયા મુજબ ૪ મામલાને નેશનલ કંપની લા ટ્રીબ્યૂનલ પાસે મોકલવામાં આવી છે. શેષ ૭માં પ્રક્રિયા લેન્ડર્સથી અપ્રૂવલના વિવિધ ચરણોમાં છે અને આપણે તેને અલગ સપ્તાહ સુધી પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જા આ પૂરી ન થાય તો દ્ગઝ્રન્્ને રેફર કરવાનો વિકલ્પ જ બચશે.
૧૨ ફેબ્રુઆરીએ આરબીઆઈ તરફથી જાહેર કરેલા પરિપત્રથી બેંકોને બોગણી અસર પડી છે. પહેલી અસર માર્ચ ૨૦૧૮ના ક્વાર્ટરલની રિજલ્ટ પર જાવા મળી. આરબીઆઈના પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું કે ૨૦૦૦ કરોડ રૂપિયાથી વધુ એનપીએ મામલે બેંક ૬ મહિનાની અંદર રિઝોલ્યૂશનનો લક્ષ્ય રાખે. રેટિંગ એજન્સી ૈંઝ્રઇછના એક વિશ્લેષણ મુજબ ૩.૮ લાખ કરોડ રૂપિયાવાળા ૭૦ ખાતાનું રિઝોલ્યૂશન ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી થશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




