ડોનાલ્ડ ટ્રમ્પના હાઉસકીપર સાથે હતા સબંધ : પૂર્વ કર્મચારીનો ઘટસ્ફોટ

0
11

વાશિંગ્ટન,તા.૨૬
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતકાળના લફરાઓને લઈને એક પછી એક સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે.
હવે ટ્રમ્પ વર્લ્ડ ટાવરના એક પૂર્વ કર્મચારીએ દાવો કર્યો છે કે ટ્રમ્પના આ ઈમારતની એક હાઉસકીપર સાથે પ્રેમ સબંધો હતો અને આ સબંધથી બંનેને એક સંતાન પણ છે.
અમેરિકન ન્યુઝ ચેનલ સીએનએનના કહેવા પ્રમાણે આ ખુલાસો કરનાર પૂર્વ કર્મચારી ડિનો સાજુદ્દીનના વકીલે કÌš છે કે હવે ડીનો એ કરારથી મુક્ત છે જે તેણે અમેરિકન મીડિયા ઈન્ક નામની કંપની સાથે કર્યો હતો.આ કરાર જ્યાં સુધી હતો ત્યાં સુધી ડીનો આ બાબતે કોઈની સાથે ચર્ચા કરી શકે તેમ નહોતો.
અમેરિકન મીડિયા ઈન્ક પાસે સાજુદ્દીનની આ સ્ટોરીના વિશેષ અધિકાર છે.જેના કારણે આ સબંધો અંગે વધારે વિગતવાર માહિતી પૂર્વ કર્મચારીએ આપી નથી.ડોનાલ્ડ ટ્રમ્પના અનૌસર સંતાન અંગેની વધારે વિગતો અમેરિકન મીડિયા ઈન્ક કંપનીને જ તે આપશે.
આ પહેલા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે પણ ટ્રમ્પ સાથેના સબંધોનો ખુલાસો કર્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY