રાજ્યમાં મોટા-પાયે ડિમોલિશન ઃ ઠેર-ઠેર બુલડોઝર ફરી વળ્યું

0
17

ગાંધીનગર,તા.૨

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ટ્રાફિક સમસ્યાને લઇને ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિવારવા માટે ઝૂંબેશ ઉપાડી છે. ત્યારે તંત્ર પણ હવે હરકતમાં આવી ગયું છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરી છે.રાજ્યભરમાં મ્યુનિસિપલના અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેને લઇને અમદાવાદ, વડોદરા, જામનગર સહીતની જગ્યા પર હાલ ડીમોલીશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં છસ્ઝ્ર દ્વારા શહેરમાં મેગા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં એસ.જી. હાઈ-વેથી હેલ્મેટ સર્કલ, પંચવટીથી પરિમલ અંડરપાસ, મહાલક્ષ્મી ચાર રસ્તા, કાંકરિયા ગેટથી બિગ બજાર સુધી દબાણ હટાવાશે. તો કૃષ્ણબાગ ચાર રસ્તાથી કેનાલ સુધી અને પંચવટીથી ગુજરાત કોલેજ સુધી ગેરકાયદે દબાણોને તોડી પડાશે. આ સિવાય શહેરની અનેક જગ્યાઓ પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
વડોદરા
જ્યારે વડોદરામાં પણ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવશે. આ દરમિયાન ચકલી સર્કલથી ગેંડા સર્કલ સુધી ડિમોલીશન હાથ ધરવામાં આવશે. તે સિવાય ટ્રાફિકને અડચણ કરતા બાંધકામો દૂર કરવામાં આવશે. જેમા ગત દિવસે પણ કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ હતી. જેમા ૧૩ બિલ્ડીંગના પા‹કગના દબાણ તોડી પડાયા હતા. તેમજ વડોદરા કોર્પોરેશને ૩૨૩ કોમર્શિયલ ઇમારતોનો સર્વે કર્યો હતો. જેમાથી ૨૫૪ બિલ્ડીંગને નોટિસ ફટકારી હતી અને ૪૦ પા‹કગ ખુલ્લા કરાયા હતા.
જામનગર
તે સિવાય જામનગરમાં જીજી હોસ્પિટલ પાસેથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. હોસ્પિટલ પાસેના લારી, ગલ્લા અને કેબિનો હટાવવામાં આવ્યા છે. તેમજ જાહેર રસ્તાઓ પર અડચણરૂપ પથારા અને રેકડીઓ પણ દૂર કરાઇ છે.
નવા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે સાલ હોસ્પિટલથી સત્તાઘાર રોડ સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘાટલોડિયાની પ્રખ્યાત સનસ્ટેપ ક્લબની બહાર આવેલું રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે તેની બાજુમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટની દિવાલ પણ તોડી નાંખવામાં આવી છે. એએમસીનું કહેવું છે કે આ રોડ પર વધારાના બાંધકામને કારણે પા‹કગની સમસ્યા વકરી રહી છે. આ દુકાનો અને રેસ્ટોરન્ટે પોતાનું પા‹કગ પણ બનાવવું જાઇએ. જેમાં વ્યવસ્થિત પા‹કગ થઇ શકે. આ અંગે વેપારીઓમાં પણ ઘણો વિરોધ જાવા મળ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ આડેધડ પા‹કગ હટાવવાનું કામ કેટલું યોગ્ય ગણાવી શકાય. તેનાથી અમારા ધંધા રોજગાર પર અસર પડે છે.

Gns

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY