અંગારેશ્વર ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દિવસના પ્રતિક ધરણા કાર્યક્રમની મંજૂરી નહીં કલેક્ટર કચેરી ખાતે ભજન મંડળી સાથે ગ્રામજનો ધરણાં પર બેઠા હતાં…

0
293

અંગારેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલ જીએનએફસી કંપની સામે જમીન ધોવાણ,લેન્ડલુઝર્સ ની નોકરી બાબતે ગ્રામસભામાં ગ્રામજનોની રજૂઆત અને જમીન ધોવાણના કારણે અનુસૂચિત જાતિ,જનજાતિ ઓ.બી.સી સમાજના લોકો તેમજ ગ્રામપંચાયત હસ્તકની મિલકતોને જેવીકે સ્નાનઘાટ, મંદિરો, આશ્રમો, આદિવાસી હરિજન સ્મશાનો, તેમજ પર્યાવરણને નુકસાન થયેલ છે.જે અંગે વહીવટી તંત્ર તેમજ જી.એન.એફ.સી કંપની અને સરકારના લાગતા વળગતાં ખાતાઓમાં ઉચ્ચકક્ષાએ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી તે સંદર્ભે ગ્રામસભા માં લોકો તરફથી મળેલ સત્તાની રૂએ ભારતના બંધારણના હક્કની રૂએ તેમજ ગાંધીચીંધ્યા માર્ગે તા-૨/૪/૧૮ ના રોજ ૭૨ કલાક માટે અસરગ્રસ્તોને ન્યાય આપવા માટે ભરૂચ જિલ્લા કચેરીની બહાર ઉપવાસ આંદોલનમાં બેસનાર હતાં.પરંતુ જિલ્લા પ્રાંત અધિકારીએ કોઈ નક્કર કારણ દર્શાવ્યા વગર પ્રતીક ઉપવાસની અરજી ના મંજુર કરી હતી.જેના વિરોધમાં અંગારેશ્વર ગ્રામજનો સહિત સરપંચ,ઉપ સરપંચ કલેકટર કચેરી બહાર બેસી ગયા હતાં.જોકે આખરે ભરૂચ મામલતદાર દ્રારા પારણાં કરાવી વહેલી તકે ગ્રામજનોના પ્રશ્નનો નિકાલ કરવાની ખાતરી આપી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY