અનિલ કપૂરનો ડાયલોગ બોલવો પાકિસ્તાની પોલીસ ઓફિસરને પડ્યો ભારે, નોકરીમાંથી સસ્પેન્ડ

0
35

ઇસ્લામાબાદ,તા.૨૯
બોલિવુડના જાણીતા અભિનેતા અનિલ કપૂરનો એક ડાયલોગ બોલવો એક પાકિસ્તાની પોલીસ અધિકારીને ઘણો મોંઘો પડી ગયો. આ પોલીસ અધિકારીને તેના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાનના પાકપતાનના કલ્યાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં ઇન્સપેક્ટર અરશદનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં જાવા મળે છે કે પોલીસ ઇન્સપેક્ટર અરશદ ૨૦૦૩માં રિલીઝ થયેલી ફિલ્મ શૂટઆઉટ એટ વડાલામાં અનિલ કપૂરનો ડાયલોગ ‘દો વક્ત કી રોટી ખાતા હૂં, પાંચ વક્ત કી નમાજ પઢતા હૂં…ઈસસે જ્યાદા મેરી જરૂરત નહીં ઔર મુજે ખરીદને કી તેરી ઔકાત નહીં’ બોલી રહ્યા છે.
અરશદનો વીડિયો જેવો વાઇરલ થયો કે પાકિસ્તાનના સિનિયર પોલીસ અધિકારીની નજર તેની પર પડી. ત્યારબાદ પાકપતાનના જિલ્લા પોલીસ અધિકારી મારિક મહમૂદે અરશદને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધો. આ મામલાની તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક મહિનાઓ પહેલાં પણ પાકિસ્તાનથી આવા જ એક ન્યૂઝ આવ્યા હતા. તે સમયે પાકિસ્તાનના એરપોર્ટ સિકિયુંરિટી ફોર્સ એટલે કે એએસએફે પોતાની એક મહિલા કર્મચારીને માત્ર એટલા માટે સસ્પેન્ડ કરી દીધી કારણ કે તેણે ભારતીય ગીત ગાયું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY