દેવાસ,તા.૨૯
દેવાસના ખાતેગાંવ વિધાનસભા ક્ષેત્રમાં પોતાનો વારો આવે એની રાહ જાઇ રહેલા સંતોષના ધબકારા વધતા જતા હતા. એ વોટ આપવા માટે લાઇનમાં ઊભા હતા. આશરે ૧૨૦ કિલોમીટરના અંતર ઇંદોરની એક હોસ્પિટલમાં એમની પત્ની બાળકને જન્મ આપવાની હતી. પરંતુ એમના માટે સૌથી મહત્વનું હતું મતદાન.
જેવો એમને વોટ આપ્યો તરત ઇંદોર જવા રવાના થઇ ગયા. પત્નીએ પુત્રને જન્મ આપ્યો. મતદાનથી પરત ફરેલા ઉસ્તાહિત સંતોષે બાળકનું નામ રાખી લીધું ‘મતદાન’.
સંતોષની પત્ની મંગળવાર રાતથી હોસ્પિટલમાં દાખલ હતી. તેમ છતાં એ ૧૨૦ કિલોમીટરનું અંતર કાપીને બુધવારે સવારે ખાતેગાંવ પહોંચ્યા, બાળકના જન્મના ઠીક પહેલા એ હોસ્પિટલ પરત આવ્યા. એમને આશા હતી નામને લઇને કોઇ કાયદાકીય અડચણ સામે આવશે નહીં અને પરિવાર પણ એમના નિર્ણય સાથે રહેશે.
મધ્યપ્રદેશમાં આ વખતે બમ્પર વોટિંગ જાવા મળ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વખત મતદાનમાં આશરે ૩ ટકાનો વધારો થયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





