લારીઓઅને ઢાબાઓïમાંથી પણ ખાદ્ય વસ્તુના નમૂના લેવાયા
અંકલેશ્વર, તા.૫
આખરે ભરૂચ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંકલેશ્વરમાં પણ પોતાની કામગીરી શરૂ કરી છે. વિભાગના અધિકારીઓએ ૧૪ જેટલી લારીઓ પરથી ચીકીના નમૂના લીધા હતા.
અંકલેશ્વરમાં આડેધડ શરૂ થઈ ગયેલી ચીકીની હાટડીઓ ઉપરાંત વિવિધ ખાણીપીણીની લારીઓ અને ઢાબાઓમાં વાનગીઓની ગુણવત્તા વિશે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક પાલિકા તંત્ર પાસે આવી લારીઓ કે ઢાબાઓની વાનગીઓની ગુણવત્તા ચકાસવાની સત્તા નથી. ભરૂચ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ જ રજીસ્ટ્રેશન, લાઈસન્સ ઉપરાંત ગુણવત્તાની ચકાસણી કરી શકે છે. જાકે, જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ પરત્વે તદ્દન નિષ્ક્રીય રહેતાં લારી તેમજ ઢાબા ચાલકોને છુટ્ટો દોર મળી ગયો હતો. આ અંગે અનેકવાર કરાયેલી રજૂઆત બાદ છેવટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય બન્યું હતું અને અંકલેશ્વરમાં ચીકીની ખુલેલી હાટડીઓ પર તવાઈ બોલાવી ૧૪ જેટલી લારીઓ પરથી નમૂના લીધા હતા. આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ડી.એમ. પટેલે પુષ્ટિ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હજુ વધુ માર્ગદર્શન મેળવીને કાર્યવાહી કરવામાં આવશે.
જાકે એક વિડંબના એ પણ છે કે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે જે નમૂના ચકાસણી માટે લીધા છે એનો રિપોર્ટ મહિના પછી આવશે એમ પણ ડી.એમ. પટેલે જણાવ્યું હતું. એક મહિના પછી રિપોર્ટ આવશે એ શું કામનો હશે એ હવે વિચારવું રહ્નાં. બીજી તરફ રજીસ્ટ્રેશન કે લાયસન્સની ચકાસણી ફુડ એન્ડ ડ્રગસ વિભાગે કરી નથી એ પણï વિચાર માંગી લે એવી બાબત છે. ત્યારે હવે અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઢાબાઓ સામે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યવાહી કરશે કે પછી આટલા નમૂના લઈ સંતોષ માની લેશે એ જાવું રહ્નાં !!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




