તિબેટીયન મહિલા કમિશનના સભ્યો સુરતમાં વેપાર કરતા તિબેટીયનોની મુલાકાતે

0
13

ધર્મશાળાથી આવેલા મહિલા આયોગના સભ્યો સુરતના મેયરની પણ મુલાકાત લેશે
સુરત, તા. ૫
તિબ્બેટ ઉપર ચીન દ્વારા અધિપત્ય સ્થાપિત કરવા માટે કરવામાં આવતા દમપણ તેમજ માનવાધિકારના હનન બાબતે ભારતમાં જનજાગૃતિ માટે તિબ્બેટ મહિલા આયોગની વાઈસ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી આજે સુરતમાં આવી છે તેઅો સાંજે મેયરને મળી રજૂઆત કરશે.
ચોકબજાર ગાંધી બાગ ખાતે આવેલ રિફ્યુજી તિબેટીયન માર્કેટ એસો. ખાતે આજે તિબેટ મહિલા આયોગના ઉપપ્રમુખ કલસંગ અને સેક્રેટરી તેત્સુતેન આવ્યા છે તેઓ મુખ્યમંત્રી અને રાજ્યપાલને મળીને તિબેટી અંગેનો સંક્ષિપ્ત પરિચય તેમજ ભારત માટે તિબેટનું મહત્વ અને તિબેટમાં ચીનનું દમન તેમજ માનવાધિકારનું હનન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે બન્ને સભ્યો સુરત આવ્યા છે તેઓએ બપોરે સુરત આવ્યા છે તેઓએ બપોરે ચોકબજાર તિબેટીયન બજાર ખાતે રિફયુજી તેમજ વેપાïર કરવા આવેલ તિબેટી લોકોને મળ્યા હતા. આજે સાંજે સુરત મહાનગરપાલિકા ખાતે મેયર ડેપ્યુટી મેયરને મળીને રજૂઆત કરવાના છે.
તિબેટ વિશ્વનો ત્રીજા ધૃવ છે જ્યાં આખુ વર્ષ બર્ફનો સંગ્રહ અને સંખ્યાબંધ ગ્લેશિયર છે
બન્ને ધૃવો બાદ તિબેટ એકમાત્ર સ્વચ્છ જલનો ભંડાર છે જે વિશ્વમાં બીજે કયાંય ઉપલબ્ધ નથી. તિબેટના ગ્લેશિયરથી એશિયાની ૧૪૦ કરોડની વસતિને પીવાનું પાણી પુરવઠો મળી રહે છે.
તિબેટ ભારત માટે ઘણો જ મહત્વપૂર્ણ દેશ છે. સામરિક મહત્વ હોવાથી ચીન તિબેટ પર દમન ગુજારી રહ્ના છે. તિબેટમાં માનવ અધિકારો માટે તિબેટીયન પ્રજા ભારત સહિત વિશ્વ પાસેથી મદદ માગી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY