કતારગામની દુકાનમાંથી આઠ મોબાઈલ અને એક લેપટોપની ચોરી

0
5

રાત્રિ સમયે દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
સુરત, તા. ૫
કતારગામ પીપલ્સ ચાર રસ્તા પર આવેલી મોબાઈલની દુકાનમાં તસ્કરોએ ૮ મોબાઈલ તથા એક લેપટોપ મળી કુલ રૂ. ૨.૨૧ લાખની ચોક કરતા દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોîધાવી હતી.
કતારગામ પીપલ્સ ચાર રસ્તા પાસે અરિહંત કોમ્યુનિકેશન મોબાઈલ ફોનની દુકાનમાંથી આઠ મોબાઈલ ફોન અને લેપટોપ મળી કુલ્લે રૂ. ૨,૨૧,૪૪૭ના મતા ચોરાઈ હતી. આ બનાવ તા. ૩/૧/૧૯ના રોજ રાત્રિ સમય દરમિયાન બન્યો હતો. તસ્કરોએ એકઝાસ્ટ ફેનવાળી જાળી તોડી દુકાનમાં પ્રવેશી ચોરી કરી હતી. દુકાન માલિક પુતિનભાઈ વિરજીભાઈ બંધિયાએ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. કતારગામ પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY