સર્જરી બાદ ૨૪ કલાકમાં દદી૪ હરતા ફરતા થયા અને ચાર દિવસમાં રજા
અંકલેશ્વર, તા.૧૭
અંકલેશ્વર માં માત્ર ૬ સેમી ચીરો મૂકી હૃદય વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાઇ છે. મુંબઈથી વડોદરા સુધીમાં પ્રથમ વખત અને એ પણ મુખ્યમંત્રી અમૃતમ(માં) યોજનામાં નિઃશુલ્ક સર્જરી કરાઇ છે.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના આ તબીબે સિદ્ધિ મેળવી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર વાલ્વ પ્રત્યારોપણ કરી ડા.રવિસાગરે ઇતિહાસ સર્જ્યો છે. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારની ૩૦ વર્ષના મહિલા ૪ વર્ષથી હૃદયના વાલ્વના રોગથી પીડાતાં હતાં. જેથી તે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ(માં) યોજના હેઠળ દાખલ થયા હતા. હૃદયના વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી હતી. આ સર્જરી ફક્ત ૬ સેમી નાના ચીરા (કી-હોલ સર્જરી) કે જે જમણી બાજુની પાંસળીમાં છાતી ખોલ્યા વગર કે કોઈપણ હાડકું કાપ્યા વગર કરવામાં આવી હતી. આ સર્જરી થયાના ફક્ત ૨૪ જ કલાકમાં દર્દી ખાવા પીવા અને હરવા ફરવા લાગ્યા હતાં અને ફક્ત ૪ જ દિવસમાં દર્દીને તંદુરસ્ત હોઈ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સરદાર પટેલ હોસ્પિટલ એન હાર્ટ ઇન્સ્ટ્રીટયુટ અંકલેશ્વરમાં થયેલી આ સર્જરીને મિનિમલ ઈન્વેસિવમાઇટ્રલ વાલ્વ સર્જરી (કી-હોલ સર્જરી) કહેવામાં આવે છે. આ પ્રકારની સર્જરી સુરત અથવા વડોદરામાં અત્યાર સુધી થયેલ નથી. આ કાર્ડિયાક સર્જરીના ક્ષેત્ર મુંબઈથી અમદાવાદ વચ્ચેના સંપૂર્ણં વિસ્તારમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં શક્ય બની હતી. મિનિમલ ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરી(કી-હોલ સર્જરી) નિયમિત ધોરણે થતી રહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



