અંકલેશ્વરની યુનિક કેમિકલ્સને રિયુઝ વેસ્ટ વોટર માટેનો એવોર્ડ

0
25

અંકલેશ્વર, તા.૬
અંકલેશ્વર સ્થિત યુનિક કેમિકલ્સને ગ્રીન ગુજરાત એવોર્ડ ૨૦૧૯ અંતર્ગત રિસાયકલ એન્ડ રિયુઝ ઓફ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
યુનિક કેમિકલ્સ દ્વારા વેસ્ટ વોટર ટ્રિટમેન્ટ એન્ડ રિસોર્સ રિક્વરી માટે અસરકારક સીસ્ટમ ઉભી કરાઈ છે. જે કુલ ૧૫૯ જેટલી કંપનીઓની સરખામણીએ શ્રેષ્ïઠ સાબિત થઈ છે. યુનિક કેમિકલ્સને તેની આ સિસ્ટમ માટે ગ્રીન ગુજરાત એવોર્ડસ ૨૦૧૯માં પ્રથમ સ્થાન મળ્યું છે અને એવોર્ડ એનાયત કરાયો છે. કંપનીની આ સિદ્ધિ બદલ સંચાલકો અને સ્ટાફમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY