પટેલ મગદનલાલ શંકરદાસ આંગડિયા પેઢીની તિજારીમાંથી રોકડા રૂ. ૫૦ લાખ કર્મચારી ઘનશ્યામ વ્યાસ ભાગી ગયો
સુરત, તા. ૬
હરીપુરા સ્થિત પટેલ મગનલાલ શંકરદાસ આંગડિયા પેઢીમાં ડિલીવરી મેન તરીકે કામ કરતો પાટણનો ઘનશ્યામ વ્યાસ તિજારીમાંથી રોકડા રૂપિયા ૫૦ લાખ લઈને નાસી ગયો હતો. લાલગેટ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાલગેટ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હરિપુરા ભવાની વડ ખાતે આવેલ પટેલ મગનલાલ શંકરદાસ આંગડિયા પેઢીમાં ડિલીવરીમેન તરીકે કામ કરતો અને ત્યાં જ રહેતા ઘનશ્યામ જયંતિલાલ વ્યાસે (મૂળ વતન પાટણ) રોકડા રૂપિયા ૫૦ લાખની ચોરી કરી નાસી ગયો હતો. જ્યાં બનાવ અંગે પેઢીનાહિતેશ નવીનચંદ્ર પટેલે લાલગેટ પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવી હતી. લાલગેટ પોલીસે આરોપી ઘનશ્યામ જયંતિલાલ વ્યાસ વિરુદ્ધ ઈપીકો કલમ ૩૮૧ મુજબનો ગુનો દાખલ કર્યો હતો અને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ બનાવની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનના પોસઈ આર. એન. પટેલ કરી રહ્ના છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





