અંકલેશ્વર માં રીક્ષા ચાલક દ્વારા પેસેન્જર ને મારમારી લૂંટ

0
139

અંકલેશ્વર :

બનાવ ની વિગત મુજબ રાજેશ રજનીકાંત કાયસ્થ રહે સી/બી ૧૨ ટાઉનસીપ ગડખોલ ને રીક્ષા માં બેસાડી નક્કી કરેલ ગાર્ડનસીટીન લઈ જઈ એકાંત માં ધક્કો મારી નીચે ફેંકી દઇ એક સ્ત્રી અને ચાલક સહિત બે પુરુષો દ્વારા લૂંટ ચાલવાની ઘટના પોલીસે નોંધી આરોપી 1 સ્ત્રી હીનાબેન વસાવા રહે પાંજરોલી ૨ એક અજાણ્યો પુરુષ જેને કાળી ટી-શર્ટ પહેરે છે તથા એક રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધેલ છે.
બનાવ ની વિગત મુજબ તારીખ 15 2 2015 03:00 ના સુમારે ડીસન્ટ હોટલ સામેથી રીક્ષા લઈ ગાર્ડન સિટી માં પોતાનું મકાન આવેલ અને ત્યાં કામ ચાલતું હોય જે કામ જોવા માટે નીકળેલ રાજેશભાઈ કાયસ્થ ને એક રિક્ષાચાલકે પોતાની રિક્ષામાં બેસાડેલ અને રિક્ષાચાલકે રીક્ષા ને જીઆઇડીસી વાલીયા તરફ ન જવા દઈ હવામહેલ પીરામણ તરફ જવા દીધી જેથી ફરિયાદીએ કહે કે મારે ગાર્ડન સિટી જવાનું છે તો રિક્ષાવાળાએ કહેલ મારે પેસેન્જર લેવાનું હોવાનું જણાવ્યું હતું અને રીક્ષા પીરામણ ગામ જવા દીધી અને ત્યાં રેલવે ગરનાળા પાસે રીક્ષા પાછી વળાવી હાઇવે તરફ જવા દીધી અને ત્યાં રિક્ષા ઊભી કરી રિક્ષામાં બેસેલા ફરિયાદીને ધક્કો મારી નીચે પાડી દીધો અને ધાક-ધમકી આપી ડાબી આંખ અને જમણી પાંસળી ના ભાગે માર મારી ફરિયાદી ના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા 5,000 લઈ લીધેલ જે બાબતે ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવતા શહેર પોલીસ સ્ટેશને એક મહિલા આરોપી નામે હિના વસાવાની અટકાયત કરી છે .પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY