અંકલેશ્વરમાં SOG પોલીસે ગાંજા સાથે એક વૃદ્ધની ધરપકડ કરી

0
140

અંકલેશ્વર,

ભરૂચ SOG પોલીસ ટીમે અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીનાં આધારે નિરાંત નગર પાસે વોચ ગોઠવી હતી.તે અરસામાં એક મોપેડ પર સવાર થઈને પસાર થતા વૃધ્ધને પોલીસે અટકાવીને તલાસી લેતા તેમની પાસેથી પોલીસને એક કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. SOG પોલીસે બળવંતરાય દામોદર ઠક્કર ઉ.વ.૭૧, રહેવાશી ૮૬૨,ગુજરાત હાઉસિંગ બોર્ડ , સુરતી ભાગોળ ,અંકલેશ્વરનાં ઓ ની ધરપકડ કરીને ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા ૭૦૦૦, મોપેડ કિંમત રૂપિયા ૩૦૦૦૦, એક મોબાઈલ ફોન તેમજ રોકડ મળીને કુલ રૂપિયા ૩૭,૭૬૦નો મુદ્દામાલ જપ્ત કરીને આ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY