– તાલુકાભરમાં વસવાટ કરતી પ્રજાની સુરક્ષા વ્યવસ્થા માટે હરહંમેશ ખડેપગે તૈયાર રહેતા પોલીસ કર્મચારીઓ પ્રાથમિક સુવિધાથી વંચિત
– મહિલા પોલીસ કર્મચારીઓ સહિતના ઓ એ કુદરતી હાજતે ફરજ છોડી બહાર જવું મજબુરી બની ગઇ છે.
– મહિલા પો.કર્મચારીઓને ભારે સમસ્યા વેઠવી પડે છે.
– અટકાયતી આરોપીઓને કુદરતી હાજત માટે કયાં લઇ જવું તે વિકટ પ્રશ્ન : જો બહાર લઇ જવાય તો આરોપી ફરાર થઇ જવાનો હાઉ.
નેત્રંગ,
પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા માર્ચ–ર૦૧૪માં ભરૂચ જિલ્લાના વાલીયા અને ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ સરકારી તંત્ર દ્વારા તાલુકા સેવા સદન, સા. આરોગ્ય કેન્દ્ર અને ભવ્ય તા.પંચાયતના મકાનનું નિર્માણ કરાયું હતું. પરંતુ તાલુકાની પ્રજાની સુરક્ષા વ્યવસ્થા માટે હરહંમેશ ખડે પગે તૈયાર રહેનાર નેત્રંગ પોલીસની જરૂરીયાતો પૂર્ણ કરવા સરકારી તંત્ર પાસે જાણે ફુરસત રહી નથી. તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. જેમાં નેત્રંગ પોલીસને પ્રા.સુવિધાના અભાવે ભારે હાલાકીઓ વેઠવી પડે છે.
નેત્રંગ તાલુકો બન્યા બાદ ઘણા લાંબા સમયથી નેત્રંગ પોલીસ સ્ટેશન બલદવા ડેમની જુની જર્જરીત ઓફિસમાં કામચલાઉ પ્રવૃત્તિથી કાર્યરત છે. જેમાં ચોમાસાની સીઝનમાં ઠેર–ઠેર પાણી ટપકતાંની સાથે ભારે મુશ્કેલી ઉભી થાય છે. પરંતુ પો. કર્મચારીઓ પડતી મુશ્કેલીઓને અવસર ગણી ઇમાનદારીથી ફરજ બજાવે છે. જાકે પોલીસ સ્ટેશનમાં શૌચાલયની સુવિધાના અભાવે પોલીસ કર્મચારીઓની દયનીય પરિસ્થિતિ થઇ જવા પામી છે.
જેમાં શૌચાલયના અભાવે પો. કર્મચારીઓને ચાલુ ફરજ છોડી શૌચક્રિયા તેમજ કુદરતી હાજતે બહાર જવું પડે છે જેમાં મુખ્યત્વે પો. સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા અને પો. કર્મચારીઓને તો ભારે સમસ્યાઓ વેઠવી પડે છે. જેથી શૌચક્રિયા માટે બહાર જવાથી કામગીરી સહિત અરજદારોને પણ ધરમના ધક્કા ખાવા પડે છે.
જયારે બીજીબાજુએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓની કામચલાઉ અટકાયત માટે લોકઅપ તો છે પરંતુ આરોપીને રાત્રિ લોકઅપમાં રાખવા પડે તો સવારના સમયે કુદરતી હાજત માટે કયાં લઇ જવું તે પોલીસ કર્મચારીઓ માટે એક વિકટ પ્રશ્ન છે. જા કોઇ રીઢો ગુનેગાર કુદરતી હાજતના બહાને ફરાર થઇ જાય તો તેની જવાબરી કોની રહેશે તે બબતે પોલીસ તંત્રમાં મુંઝવણ જણાઇ રહી છે. જયારે સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘેર–ઘેર શૌચાલય બનાવવાની યોજના કાર્યરત છે અને સરકાર શૌચાલયના નિર્માણમાં ભારે રસ પણ દાખવી રહેલ છે. જેથી નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે શૌચાલય બનાવવાની તાતી જરૂરીયાત દેખાઇ રહી છે.
રિપોર્ટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"