અંકલેશ્વર જી આઈ ડી સીમાં આવેલ મેરેડિયન કેમ કંપનીમાં કેમીકલ ટેન્કમાં પડી જતા એક કર્મચારીનું સારવાર દરમિયાન મોત

0
136

અંકલેશ્વર;

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ મેરેડિયન કેમ કંપનીમાં કેમિકલની ટેન્કમાં કામ કરી રહેલ કર્મચારીનો પગ લપસી અંદર પડી જતા કેમિકલની અસર થી બેભાન થઈ જતાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

બનાવ અંગેની મળતી માહિતી મુજબ અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તારમાં આવેલ મેરેડિયન કેમ કંપનીમાં ફરજ બજાવતાં કર્મચારી રાકેશ સીં કંપની માં કામ કરતો હતો તે દરમિયાન તેનો પગ અચાનક લપસી જતા તે નજીકની કેમિકલ ભરેલ ટેન્ક માં ઘુસી ગયો હતો.તેને કેમિકલની અસર થતાં આજુબાજુ ઉભેલ લોકોએ તેને જોતાજ દોડી આવી તને અંદર થી બહાર કાઢી સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાવ અંગેની જાણ અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ મથકે કરાતા પોલીસે ભરૂચ પહોંચી લાશ નો કબ્જો મેળવી લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY