ભરૂચ;
ભરૂચ તાલુકાના મહેગામ ખાતે હરિબાવા ગોસાઈના મઠની આસ પાસ લિઝ ધારકો દ્રારા પર્યાવરણને નુકશાન પહોંચાડી માટીનું ખોદકામ તાત્કાલિક ધોરણે અટકાવવા અને હરી ગોસાઈ મઠને ગુજરાત સરકાર પ્રવાશન વિભાગમાં સમાવિષ્ટ કરી માળખાકીય સુવિધાઓ ઉભી કરે તે બાબતે ભરૂચ અનુસૂચિત જાતિના માંહ્યવંશી તેમજ સામાજિક આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી. ભરૂચ તાલુકાના મહેગામમાં હરિબાવા ગોસાઈ મઠ આવેલ છે.હજારો વર્ષો પહેલાં નર્મદા પરિક્રમા પૂર્ણ કરી ભરૂચ તાલુકાના મહેગામ ખાતે ત્રિવેણી સંગમ સ્થાને હરિબાવા તેમના પત્ની મીનાદબા અને તેમના શિષ્યએ અહીંયા જીવતા સમાધિ લીધી હતી.
તેજ કાળથી હરિબાવા મઠ માંહ્યવંશી સમાજના લોકોનું અસ્થાનું કેન્દ્ર મનાય છે.ભરૂચ, સુરત,નવસારી,વલસાડ,વાપી,
બારડોલી માં વસવાટ કરતાં માંહ્યવંશી સમાજના લોકો અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવાં આવે છે.મહાશિવ રાત્રીના દિવસે અહીંયા મોટો મેળો પણ ભરાય છે એટલે આ સ્થળ લોકોની આસ્થા સાથે જોડાયેલું છે. પરંતુ ઘણાં સમયથી હરિબાવા ગોસાઈની આસ પાસ તેમજ મહેગામ મુખ્ય રોડને અડીને કેટલાક લિઝ ધારકો દ્રારા નીતિ નિયમો નેવે મૂકીને વ્યાપક પ્રમાણમાં જમીનમાં ખુબજ ઊંડે સુધી પોકલેન તેમજ જેસીબી મશીનની મદદથી માટી ખોદકામ કરી હાઈવા ટ્રકો દ્રારા લોડિંગ ક્ષમતાની મર્યાદા બહાર વધુ પ્રમાણમાં લોડિંગ કરવામાં આવે છે.જેના કારણે ટ્રાકોમાંથી માટી ઉડતાં આજુબાજુના વિસ્તારોમાં ખુબજ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે મોટી મોટી ટ્રકો દ્રારા ઓવર લોદેડ માટીના કારણે મહેગામના રસ્તાઓને પણ ભારે નુકશાન પહોંચેલ છે.જેના કારણે મઠ પર દર્શને અવતાં દર્શનાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.માટે તાત્કાલિક ધોરણે આ કામગીરી બંધ કરાવી માટીના લિઝ ધારકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
હાલમાં ગુજરાત સરકાર સ્થાપના દિનની ઉજવણી ભરૂચ જિલ્લામાં કરવા જઈ રહી છે ત્યારે દહેજ ખાતેના નર્મદા પરિક્રમા જેટીના ઉદઘાટન સમયે તેમજ ભાડભૂત મુકામે વિયર ક. કોઝવેના ઉદઘાટન સમયે વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીએ નર્મદાના નદી કિનારાઓને વિકસાવવાની જાહેરાત કરી હતી.જો ગુજરાત સરકાર કબીરવડ, અંગારેશ્વર, શુકલતીર્થ જેવા તીર્થધામોને વિકાસ માટે ખાતમુહૂર્ત કરવાની હોઈ તો ગુજરાત માં વસતા માંહ્યવંશી સમાજના આસ્થાના કેન્દ્ર સમાંન હરિબાવા ગોસાઈ મઠને પણ પ્રવાસન સ્થળ જાહેર કરી માળખાકીય સુવિધાઓ ઉભી કરે તેવી માંહ્યવંશી સમાજ અને સામાજિક અનુસૂચિત જાતિના લોકોની માંગણી સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





