બાબાસાહેબ આંબેડકર મારા કે જીજ્ઞેશ મેવાણીના નહિ સમગ્ર દેશના છે: ઈશ્વર પરમાર

0
29

કોંગ્રેસ દ્રારા સંસદ ઠપ્પ કરવાનાં આક્ષેપ સાથે રાજપીપળામાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારની આગેવાનીમાં નર્મદા જિલ્લા ભાજપના ધરણા.

રાજપીપળા:
કોંગ્રેસ દ્રારા સંસદ ઠપ્પ કરવાનાં આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી ધરણા યોજ્યા હતા. જેને લઈને નર્મદા જીલ્લામાં રાજયનાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારની આગેવાનીમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ દેસાઈ,મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા,માજી ધારાસભ્યો શબ્દશરણ તડવી,મોતીસિંહ વસાવા,આદિજાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.દર્શના દેશમુખ,રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ,યુવા મોરચા પ્રમુખ ચંદ્રકાન્ત લુહાર,મહામંત્રી અજિત પરીખ,કુલદીપસિંહ ગોહિલ,નિલ રાવ,મહિલા મોરચા પ્રમુખ જયશ્રી ધામેલ,મહામંત્રી મનીષા ગાંધી,ભારતી તડવી,પાલિકા સભ્ય કિંજલ તડવી,કિરણ વસાવા,કિસાન મોરચા પ્રમુખ હિમાંશુ દેસાઈ સહિત મોટી સંખ્યાં કાર્યકરોએ કલેકટર કચેરી બહાર ધરણા કર્યા હતા.

મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું હતું કે કહ્યુ કે દેશ જ્યારે બજેટ તરફ આશા રાખીને બેઠો હતો ત્યારે વિપક્ષ સંસદ કરેે છે જેં ખરેખર કલંકીત અને શરમજનક ઘટનાં ઘટના છે.કોંગ્રેસને દલીતો બાબતે બોલવાનો કોઇ અધિકાર જ નથી.તેઓએ દલીતોના નામે માત્ર રાજનીતી કરી છે.અને બાબા સાહેબ આંબેડકર આખા દેશનાં નેતા છે.તમાંમેં તેઓ વિશે ખોટી ટીપ્પણીથી દુર રહેવુ જોઇએ.ગુજરાતમાં અછુતતાનું વાતાવરણ છે તે બાબતે જણાવ્યુ છે કે,આ બાબત તદ્દન ખોટી છે.ગત વિધાનસભામાં જ સેપ્ટ દ્રારા સર્વે કર્યા બાદ જણાયું છે કે આખા ગુજરાતમાં ક્યાય આભડછેટ દેખાતી નથી.આભડછેટ અને નાતજાતનાં ભેદભાવ જેવા મુદા કોંગ્રેસ ઉભા કરીને રાજકારણ કરે છે.

તો અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ભાજપનાં નેતાઓને આંબેડકર જયંતીનાં રોજ ફુલહાર નહી કરવા દેવાની ચિમકી આપી હતી તેના પર ઈશ્વર પરમારે જણાવ્યુ હતુ કે,બાબા સાહેબ આંબેડકર એક વિશ્વવિભુતી છે અને ભારતનાં બંધારણના ઘડવૈયા છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર એ માત્ર મારા કે જીજ્ઞેશ મેવાણીનાં નહી પણ સમગ્ર ભારતનાં છે.જેથી ભારતના રત્ન બાબા સાહેબ આંબેડકર વિશે કોઇ ગમે તે પ્રકારની ટીપ્પણી ન થવી જોઇએ.

ચીફ રિપોર્ટર,નર્મદા.ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY