ભરૂચ,
અંકલેશ્વર ચોકસી બજાર ગુટખાનું હોલસેલ વેપાર કરતા વ્યાપારીને ત્યાં આઈ.ટી વિભાગની ટીમે બુધવારની વહેલી સવારથી હિસાબી ચોપડા, કોમ્પ્યુટર, સહીત ફાઈલોની ચકાસણી શરૂ કરી હતી. બિલબુક તેમજ કાચી રસીદો સહીતના દસ્તાવેજો જપ્ત કરી વેપારી પુછપરછ આદરી હતી. સતત ૩૦ કલાક સુધી ચાલેલા સર્ચ બાદ આઇટી વિભાગના અધિકારી કેટલાક દસ્તવેજ સહીત પુરાવા જપ્ત કર્યા છે. સર્વે દરમિયાન કેટલાક શંકાસ્પદ વ્યવહાર પણ ધ્યાને આવ્યા હતા.જેને લઇ વેપારી દ્વારા લાખો રૂપિયાની કર ચોરીની આશંકા વ્યક્ત કરાય છે. જોકે આ બાબતે આઇટી વિભાગના અધિકારીઓ એ સર્વે અર્થે કંઈક પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"