અંકલેશ્વર:
પ્રાપ્ત માહિત અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ઓવર બ્રિજ શહેર તેમજ જીઆઇડીસીના આવાં જવા માટેનો મુખ્ય બ્રીજ કહેવાય છે જે આજરોજ સવારે કોઇક અજાણ્યા વાહન ચાલકે સવારે 11.30ના આસપાસ જીઆઇડીસી તરફથી પ્રતિન તરફ જવાના માર્ગ ઉપર જીઆઇડીસીના છેડે બ્રિજનો મુખ્ય લોખંડની ગદર અડી જતા ધરાશય થતા જીઆઈડીસી આવતા જતા વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ ગડર પાંચથી સાત ટન જેટલો વજન ધરાવતો જે રીતે નીચે પડી ગયો હોય આશ્ચર્ય ચકિત ઘટના કહેવાય એટલે ભારે વજન હોવાના કારણે આને લગાવેલા બોલ્ટ નજરે પડ્યાં હતાં. આવી ઘટના ની જવાબદારી પણ સિરિયલ હશે હાલમાં કોઇ જાનહાનીના સમાચાર નથી પરંતુ જીઆઈડીસીમાં નોકરિયાત વર્ગની સંખ્યા તેમજ રહેણાંક વિસ્તારની પબ્લિક આવો બ્રિજનો ઉપયોગ કરે છે તંત્ર આવા બેજવાબદાર લોકો સામે પગલાં ભરે જરૂરી આ ઘટના બાદ નોટિફાઇડ ઓથોરિટી તેમજ બીએમસીના કર્મચારીઓ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચીને પ્રક્રિયા હાથ ધરી હતી તેમ જ અન્ય કોઈ અણબનાવ બનાવ ન બને તે માટે ઓવરબ્રિજ થોડા સમય માટે બંધ કરાવાયો હતો. ક્રેઇન મારફતે ગદરને એક તરફ મૂકી ટ્રાફિકને હળવો કર્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"