ઐતિહાસિક રતન તળાવની મુકલાત લેતાં ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરા.

0
146

ભરૂચના મધ્યમાં આવેલ અતિ પુરાણું અને ઐતિહાસિક રતન તળાવની સાફ સફાઈની કામગીરી આજથી ચાલુ થતા ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ રતન તળાવની મુકલાત લઈને મુખ્ય અધિકારીને સાફ સફાઈ અંગે મહત્વની સૂચનાઓ આપી હતી.

ભરૂચના મધ્યમમાં આવેલ અતિ પુરાણું અને ઐતિહાસિક રતન તળાવ ઘણાં સમય થી સાફ સફાઈ ને લઈને વિવાદોમાં છે હમણાં થોડાં દિવસો પહેલાજ સ્થાનિકો દ્રારા સ્વયંમ રતન તળાવની સાફ સફાઈનું બીડું ઉઠાવ્યું હતું.

ત્યારે ભરૂચ નગરપાલિકા દ્રારા રતન તળાવની સાફ સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી છે ૧૫ માણસો, એક બોટ,સાથે આજથી કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને ૧૫ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની માહિતી મુખ્ય અધિકારીએ સંજય સોનીએ આપી હતી.

ભરૂચ નગરપાલિકા દ્રાર આજથી રતન તળાવની સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ ઐતિહાસિક રતન તળાવની મુલાકાત લઈને ભરૂચ નગર પાલિકાના મુખ્ય અધિકારીને આખું રતન તળાવ સાફ કરવાની અને સ્થાનિકો અંદર કચરો ના નાખે તે માટે તળાવની આજુ-બાજુના રોડ પર ૧૦ વધારે નાના ડષ્ટબીન મુકવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી.જેથી કરીને સ્થાનિકો પોતાનો કચરો તળાવમાં ના નાખે અને તળાવ સુંદર રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્રારા ઐતિહાસિક રતન તળાવની સાફ સફાઈની કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે ત્યારે હવે ત્યાંના સ્થાનિકો કેટલી હદે આ તળાવને સ્વચ્છ રાખશે તે જોવું રહ્યું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY