અંકલેશ્વર,તા.૨૭
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ શહીદ જવાનોના પરિવારની પડખે સમગ્ર દેશવાસીઓ ઉભા રહ્યા છે. આ પરિવારનો કંઇકને કંઇક સહાય મોકલવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં ટ્રાન્સપોર્ટ સહિત અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા ઘનશ્યામસિંહ બાપુએ પોતાના પુત્રના લગ્ન સમારંભ દરમિયાન રાખેલા લોકડાયરામાં ધોળક સ્વરપે એકત્ર થયેલા અંદાજે ૩ લાખની માતબર રકમ પુલવામાં શહીદ પરિવારો માટેના રાહત ફંડમાં મોકલવાનો નિર્ણય લીધો હતો.
મળતી માહિતી પ્રમાણે ગતા તા.૨૪મીના રોજ વાલિયા રોડ સ્થિત ઓમકાર એક્સોટીકા ખાતે સીતાબા ઘનશ્યામસિંહના પુત્ર ક્રિપાલસિંહના લગ્ન સમારંભ નિમિત્તે લોક ડાયરાનું આયોજન હાથ ધવામાં આવ્યું હતું. જેમાં જામીતા લોક ગાયકો ગીતા રબારી તેમજ રાજભા ગઢવીએ ડાયરાની રંગત જમાવી હતી.
આ લોક ડાયરાની રંગત દરમિયા ધોળ સ્વરૂપે અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકત્ર થઇ હતી. જે ઘનશ્યામસિંહ વાઘેલાએ શહીદોના રાહત ફંડમાં મોકલી આપવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનયી છે કે, પુલવામાના આતંકવાદી હુમલાના ૧૨ દિવસ પછી ભારતીય વાયુસેના દ્વારા મધ્યરાત્રીએ બોમ્બ વર્ષા કરીને જૈશના આતંકવાદી ટ્રેનિંગ કેમ્પને નષ્ટનાબૂદ કરવામાં આવ્યા છે. જેના પગલે દેશવાસીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




