ડીજેનો ટેમ્પો પલટી ખાઇ જતા એક યુવાનનું મોત, ત્રણ ગંભીર

0
5

અંકલેશ્વર,તા.૭
અંકલેશ્વર-ભરૂચ રોડ પર છાપરા ગામ પાસે ડીજેનો ટેમ્પો પલટી ખાઇ જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભરૂચના ચકલા વિસ્તારના ૫ યુવાનો ડીજેનો સામાન લઇે અંકલેશ્વર તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન છાપરા ગામના વળાંક પાસે ટેમ્પોના ડ્રાઇવરે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. જેમાં ૪ યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી સુભીત પ્રવિણભાઇ જાદવનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY