અંકલેશ્વર કેન્દ્રનું ધોરણ ૧૦નું ૭૫.૧૨ ટકા પરિણામ જાહેર થયું

0
8

ગત વર્ષ કરતા ૨.૧૫ ટકા વધુ પરિણામ જાહેર થયું
અંકલેશ્વર, તા.૨૧
મંગળવારના રોજ ધો.૧૦ના બોર્ડ રિઝલ્ટ જાહેર થયા હતા. જેમાં અંકલેશ્વર કેન્દ્રનું ૭૫.૧૨ ટકા પરિણામ આવ્યું છે.
અંકલેશ્વર શહેર તાલુકા અને જીઆઈડીસીમાંથી ધો.૧૦ની બોડ૪ એક્ઝામમાં કુલ ૪૦૫૫ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૪૦૩૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મંગળવારે જાહેર થયેલા પરિણામોમાં ૪૦૩૩ પૈકી ૩૦૮૩ વિદ્યાર્થીઓ ને ઈક્યૂસી જાહેર કરાયા છે. આમ અંકલેશ્વર, અંકલેશ્વર જીઆઈડીસી, અંકલેશ્વર ૨ અને અંકલેશ્વર ૩નું ૭૫.૧૨ ટકા પરિણામ જાહેર થયું છે. વષ૪ ૨૦૧૮માં ચારેય કેન્દ્રનું ૭૩.૮૩ ટકા પરિણામ હતું એ જોતાં આ વર્ષે ૧.૨૯ ટકા પરિણામ વધ્યું છે. કેન્દ્રવાર જાઈએ તો અંકલેશ્વરનું ૭૮.૦૯ ટકા, અંકલેશ્વર જીઆઈડીસીનું ૮૬.૪૧ ટકા, અંકલેશ્વર ૨નું ૭૮.૮૯ ટકા અને અંકલેશ્વર ૩નું ૫૦.૮૮ ટકા પરિણામ નોંધાયું છે.
અંકલેશ્વરનાં પરિણામો અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં ઈન્સ્પેક્ટર અને અંકલેશ્વર કેન્દ્રના હેડ સંગીતા મિસ્ત્રીએ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ વખતે ગેરરીતિ બાબતે અત્યંત કડક વલણ હતું એટલે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એ પોતાની મહેનતતી થયા છે. તેમણે ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY