એલસીબી દ્વારા વિદેશી દારૂ ભરેલી કાર અંકલેશ્વરમાંથી ઝડપી પડાઈ

0
24

એક ખેપીયાની પણ ધરપકડ
અંકલેશ્વર, તા.૨૮
ભરૂચ એલસીબી પોલીસે સોમવારે રાત્રે અંકલેશ્વરથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઈસમ તથા એક કિશોરની ધરપકડ કરી છે.
એલસીબી પીએસાઈ ગઢવી તથા સ્ટાફના માણસો અંકલેશ્વર વાલીયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે સુરત તરફથી આવતી ઈન્ડીકા કાર નંબર એમએચ-૦૪-જીડી-૧૮૫૯ને ઊભી રાખવા જતાં કાર ચાલક પૂરપાટ ઝડપે કાર લઈ ભાગ્યો હતો. એલસીબી પોલીસે તેનો પીછો કરી યુપીએલ કંપની પાસે પકડ્યો હતો. પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂના ૩૬૬ પાઉચ કિંમત રૂ.૩૬,૬૦૦ મળી આવ્યા હતા. કાર ચાલક નાની દમણના ભીમપોરનો રહીશ મિલન ગજાનન પટેલ હોવાનું સામે આવ્યું હતું. તેની સાથે નાની વયનો એક કિશોર પણ હતો. પોલીસે વિદેશી દારૂ, કાર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૨,૪૪,૧૭૦ની મતા સાથે મિલનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY