દેશભરમાં પરિભ્રમણ અર્થે નીકળેલા સાયકલ યાત્રીનું અંકલેશ્વરમાં સ્વાગત

0
8

રાષ્ટ્રભાવના ઉજાગર કરવા નીકળેલા યુવકને પ્રોત્સાહન અપાયું
અંકલેશ્વર, તા.૨૮
સાંપ્રત સમયમાં રાષ્ટ્રભાવના અંગે જાગૃતિ અનિવાર્ય છે. ત્યારે દેશની જનતામાં દેશદાઝ ઉજાગર કરવા માટે નીકળેલ સાયકલ સવારનું અંકલેશ્વર ખાતે સ્વાગત કરાયું હતું.
દિલ્હીનો ૨૩ વર્ષીય યુવાન આફતાબ ફરીદી દેશની જનતામાં ઈઝરાયેલ, જાપાન જેવી રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય એ માટે સાયકલ પર રાષ્ટ્રભ્રમણ માટે નીકળ્યો છે. ૨૩૪૦૦ કિલોમીટરની દેશભરની સફરે નીકળેલ આફતાબ સોમવારે સાંજે અંકલેશ્વર પહોંચ્યો હતો. અંકલેશ્વર બાઈસિકલ ક્લબનાં નરેશ પૂજારા, દિનેશ સેવક, મોહંમદભાઈ સહિતના સભ્યોએ આફતાબ ફરીદીનું અંકલેશ્વર ખાતે સ્વાગત કરી તેની દેશભાવનાને બિરદાવી હતી અને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આફતાબે જણાવ્યું હતું કે દેશભરમાં તેને આ કાર્ય બદલ લોકોનો પ્રેમ પ્રાપ્ત થયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY