અંકલેશ્વર પાલિકામાં ત્રણ વર્ષ પૂર્વે મંજૂર થયેલા કામો પુરા થયા નથી

0
7

સત્તાધીશો અને વહીવટી તંત્રની કાર્યક્ષમતા અંગે પ્રશ્નાર્થ
અંકલેશ્વર, તા.૩૧
અંકલેશ્વર નગરપાલિકાના અણધડ અને આયોજન વિનાના વહીવટ સામે ખુદ સત્તાધીશ પદાધિકારીઅોમાં જ વ્યાપક અસંતોષ જાવા મળી રહ્ના છે.
આમ પણ અંકલેશ્વર પાલિકાનાં સત્તાધીશો સુઆયોજિત વિકાસના નામે મીંડુ ધરાવે છે. આડેધડ કામો હાથ ધરનાર સત્તાધીશો જુના કામો પુરા કરવાની બાબતને ટલ્લે ચડાવી રહ્ના છે. નગરનાં કેટલાક વિસ્તારોમાં મંજૂર થયેલા કામો હજુ બે બે વર્ષ વીતી જવા છતાં શરૂ પણ નથી થયા અને નવા નવાં કામો ઝડપભેર હાથ પર લેવાઈ રહ્ના છે. જેની સામે પાલિકાના પદાધિકારીઅોમાં જ આક્રોશ જાવા મળી રહ્ના છે. પાલિકા પ્રમુખ કે કારોબારી અધ્યક્ષ વિકાસને કઈ દિશામાં ગતિ આપી રહ્ના છે. એ સમજ બહારની વાત છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રમુખ અધિકારી વર્ગને કડક ભાષામાં કઈ કહી શકતા નથી અને અધિકારી વગ૪ પણ મનફાવે તેમ બહાના બતાવીને એમને જે કામો હાથ પર લેવા હોય એ જ લઈ રહ્ના છે. આમ પણ પાલિકાના એક જ અધિકારીને અનેક વિભાગોની જવાબદારી સોંપી દેવાતા એ પોતે જ સર્વસત્તાધીશ હોવાનો ફાંકો રાખીને ખુદ સત્તાધીશોને હેરાનગતિ કરી રહ્ના હોવાથી પણ ભારે અસંતોષ સત્તાપક્ષમાં ફેલાયો છે. જે રોજિંદા વિખવાદનું કારણ બન્યો છે. લાઉડ સ્પીકર લઈને ગામમાં જાહેરાતો કરતા આ મફલરી અધિકારી ગંદકી દૂર કરી શકતા નથી. તેમ છતાં તેમને શા માટે આવા કામો સોંપાય છે. એ સમજ બહારની વાત છે. જે અધિકારીની જે લાયકાત છે એમને એજ કામગીરી સોંપવાના બદલે આડેધડ જવાબદારી સોંપી દેવાતા વહીવટમાં નરી અરાજકતા ફેલાઈ ગઈ છે. વિકાસ જતન કરેલા વૃક્ષના બદલે આડેધડ ફૂટી નીકળતાં ગાંડા બાવળ જેવો થઈ રહ્ના છે અને સત્તાધીશો કે અધિકારીઓને રોકનાર કે ટોકનાર કોઈ નથી. સરવાળે હાલાકી તો પ્રજા અને હવે ખુદ પાલિકાના શાસક પક્ષના સભ્યો ભોગવી રહ્ના છે.
પાલિકા સત્તાધીશોને સુઆયોજિત વહીવટ કેવી રીતે કરાય અને જૂના કામોને તાત્કાલિક પ્રાથમિકતા આપી પૂરા કરવા જાઈએ એવો સલાહ હવે કોણ આપશે એ જાવું રહ્નાં !!

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY