ગઢચીરૌલી,
તા.૨૨/૪/૨૦૧૮
ચાર વર્ષમાં નકસલીઓની વિરૂદ્ધ સૌથી મોટી કાર્યવાહી
મહારાષ્ટના ગઢચિરૌલી વિસ્તારમાં એક મોટા એન્ટી નકસલ આૅપરેશન અંતર્ગત ૧૪ નકસલવાદીઓને ઠાર કર્યાના સમાચાર છે. આને ચાર વર્ષમાં નકસલીઓની વિરૂદ્ધ સૌથી મોટી કાર્યવાહી મનાય રહી છે. આની પહેલાં ત્રણ એપ્રિલના રોજ મહારાષ્ટ પોલીસે એનકાઉન્ટરમાં ત્રણ નકસલીઓને ઠાર કર્યા હતા. તેમાં બે મહિલાઓ સામેલ હતી.
ગઢચિરૌલીમાં પોલીસ અને નકસલીઓની વચ્ચે અથડામણ ઇતાપલ્લીના બોરિયા જંગલમાં થઇ. મીડિયા રિપોર્ટસના મતે ગઢચિરૌલીમાં નકસલ નેતા સાઇનાથ અને સીનુ પણ માર્યા ગયા છે. છેલ્લાં કેલટાંક દિવસથી મહારાષ્ટ પોલીસ રાજ્યના આ નકસલ પ્રભાવિત વિસ્તારોમાં સક્રિય નકસલીઓની વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી હતી. આ વિસ્તારમાં ગ્રામીણ અને નકસલીઓની વચ્ચે મોટાભાગે સંઘર્ષના સમાચાર આવ્યા છે આથી આ વિસ્તારમાંથી નકસલીઓના સફાયા માટે પોલીસની તરફથી અથડામણ ચાલુ હતી.
છેલ્લાં કેટલાંક દિવસથી મહારાષ્ટ પોલીસ રાજ્યના આ નકસલ પ્રભાવિત વિસ્તારોમાં સક્રિય નકસલીઓની વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યા હતા. આ વિસ્તારમાં ગ્રામીણો અને નકસલીઓની વચ્ચે મોટાભાગે સંઘર્ષના સમાચાર આવે છે આથી વિસ્તારથી નકસલીઓની સફાઇ માટે પોલીસની તરફથી આ અભિયાન બે દિવસથી ચાલી રહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દેશમાં નકસલી ગતિવિધિઓમાં ઘટાડો આવ્યો છે અને નકસલીઓનો વિસ્તાર પણ ઘટ્યો છે. નકસલ પ્રભાવિત દેશના ૧૨૬ જિલ્લામાંથી સરકારે ૪૪ જિલ્લાનો નકસલ મુકત ક્ષેત્ર જાહેર કરી દીધો છે. જા કે આઠ નવા જિલ્લા નકસલ પ્રભાવિત વિસ્તારમાં સામેલ પણ કરાયા છે. સૌથી વધુ નકસલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા ૩૫થી ઘટી ૩૦ પહોંચી ગઇ છે. બિહાર અને ઝારખંડના પાંચ જિલ્લા અતિ નકસલ પ્રભાવિત ટેગથી મુક્ત થઇ ગઇ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"