રાષ્ટ્રમંડલ નિયમો અંતર્ગત મેહુલ ચોક્સીનું ભારતમાં પ્રત્યાર્પણ શક્ય છેઃ એન્ટીગુઆ

0
12

(જી.એન.એસ)સેંટ જાન્સ,તા.૬
એન્ટીગુઆ અને બારબૂડાની સરકાર તરફથી ભારતને જાણ કરવામાં આવી છે કે કોઇ દ્ધિપક્ષીય સંધિના અભાવમાં પંજાબ નેશનલ બેન્ક કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોક્સીનું પ્રત્યાર્પણ સંભવ છે કારણ કે બંન્ને દેશ કોમનવેલ્થ દેશના સભ્યો છે.
એન્ટીગુઆ અને બારબૂડા સરકાર વિચાર કરી રહી છે કે ૧૯૯૩ની પ્રત્યાર્પણ કાયદાની કલમ ૭ હેઠળ શક્્ય બને છે કે નવી દિલ્હીના આવેદન અનુસાર, મેહુલ ચોક્સીને ભારત પાછો મોકલી શકાય. એક અંગ્રેજી અખબારના ન્યૂઝ અનુસાર, એન્ટીગુઆ અને બારબૂડા સરકાર તરફથી જાણકારી ત્યાંના વિદેશ મંત્રી ઇ પી ચેટ ગ્રીન અને સોલિસિટર જનરલ માર્ટિન કમાકોએ મુલાકાત દરમિયાન ભારતીય રાજદૂતને આપી છે.
જાકે, સીબીઆઇએ એન્ટીગુઆ પાસે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ સંબંધી પ્રક્રિયા અગાઉથી જ શરૂ કરી દીધી છે. સીબીઆઇએ આ અરજી સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંમેલનના નિયમો અનુસાર કરી છે જેના પ્રત્યે બંન્ને દેશો બાધ્ય છે. સિયોલમાં યોજાયેલા જી-૨૦ સંમેલન દરમિયાન ભારતે સંધિ પર સહમતી વ્યક્ત કરતા હસ્તાક્ષર કર્યા હતા અને એન્ટીગુઆએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. જે અનુસાર પર હસ્તાક્ષર કરનારા દેશોને સંયુક્ત રાષ્ટ્રની સંધિને માનવી પડે છે અને તેને પોતાને ત્યાં લાગુ કરવી પડે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY