વિદેશીઓ અહીં આવીને આપણા કરતાં સારી ફિલ્મો બનાવી જાય છે : અનુપમ ખેર

0
20

મુંબઈ,તા.૧૨
સિનિયર અભિનેતા અનુપમ ખેરે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે વિદેશી ફિલ્મ સર્જકો અહીં આવીને આપણા વિશે આપણા સર્જકો કરતાં સારી ફિલ્મો બનાવી જાય છે.
૨૦૦૮ના સપ્ટેંબરમાં મુંબઇ મહાનગર પર દરિયાઇ માર્ગે થયેલા આતંકવાદી હુમલા વિશેની ઓસ્ટ્રેલિયન ફિલ્મ સર્જક એન્થની માર્સની પહેલી ફિચર ફિલ્મ ‘હાટલ મુંબઇ વિશે બોલતાં એણે આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
આમ તો આ ફિલ્મની આકરી ટીકા થઇ હતી કે એમાં પાકિસ્તાન અને પાકિસ્તાનથી આવેલા તેમજ જીવતા પકડાયેલા આતંકવાદીનો ઉલ્લેખ સુદ્ધાં નથી. એટલે આ ફિલ્મ સચોટ માહિતીસભર નથી. આ ફિલ્મનો પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલ માં થયો હતો.
અનુપમે કહ્યુ કે ગાંધી ફિલ્મ રિચર્ડ એટનબરો જેવા વિદેશીએ બનાવી હતી અને હવે હાટલ મુંબઇ પણ એક વિદેશીએ બનાવી છે. આ હકીકત રસપ્રદ છે. હાટલ મુંબઇમાં ગેટવે આૅફ ઇન્દિયા નજીક આવેલી તાજમહાલ હાટલ પર થયેલા આતંકવાદી હુમલાની વાત વણી લેવામાં આવી છે.
આ હુમલામાં જે લોકોએ જાન ગુમાવ્યા એ સૌને આ ફિલ્મ અર્પણ. આ ફિલ્મ બનાવવા માટે તમને થેંક્સ એન્થની. અનુપમ ખેરની આ પાંચસો એકમી ફિલ્મ છે અને સાતમી સપ્ટેંબરે ટોરોન્ટોમાં એનો પ્રીમયર યોજાઇ ગયો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY