બિજનૌર,તા.૧૨
ઉત્તર પ્રદેશનાં બિજનૌર જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બિજનૌર-મોહિત પેટ્રો કેમિકલ ફેકટરીમાં બુધવારે વહેલી સવારે જે ટેન્કમાં મિથેન ગેસ ભરેલો હતો તે ટેન્કમાં જબરજસ્ત વિસ્ફોટ થયો અને જાતજાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર ફેક્ટરીને પતાની લપેટમાં લઈ લીધી હતી. ફેક્ટરીમાં આગ લાગવાનાં કારણે ફેક્ટરીમાં કામ કરી રહેલા કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરી રહ્યાં હતાં.
આગ લાગ્યાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલીક ધોરણે બચાવ કામગીરી શરૂ કરૂ દીધી હતી. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવાની કોશિશોમાં લાગી હતી પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાનાં કારણે આગ પર કાબુ મેળવવામાં તકલીફ પડી રહી હતી. જા કે, હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
ફાયર બ્રિગેડની રાહત અને બચાવ કામગીરી દરમિયાન આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે બે વ્યક્તિઓને અતિ ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે આ દૂર્ઘટનામાં છ કર્મચારીઓ બળીને ભડથું થઈ ગયા હતાં. ઘટનાસ્થળે હાજર પોલીસે ઈજાગ્રસ્તોને તાત્કાલીર સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યારે ફેક્ટરીમાં ફસાયેલ અન્ય કર્મચારીઓને સુરક્ષિત બહાર લાવવાની કામગીરી હજી પણ ચાલી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



