ન્યુ દિલ્હી,તા.૨૦
આગામી લોકસભા ચૂંટણી હોય અથવા રજાઓ બાદ કોલેજિયમની બેઠકમાં થનારો નિર્ણય, ઉદેશ્ય ચાહે કોઈપણ હોય પણ કેન્દ્ર સરકારે પોતાની તરફથી મોહારા આગળ કરી દીધા છે. કેન્દ્ર સરકારનો સંદેશો સ્પષ્ટ છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને ઉચ્ચ અદાલતો હોય કે અન્ય ક્ષેત્રો તમામ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ મળવું જાઈએ. આ ઉદેશ્યથી કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે તમામ ૨૭ હાઈકોર્ટોના મુખ્ય ન્યાયાધીશોને એક પત્ર પણ લખ્યો છે. આ ચિઠ્ઠી કોલેજિયમની કાર્યપ્રણાલીને લઈને એક સૂચનની જેમ છે.
કેન્દ્ર સરકાર ચાહે છે કે હાઈકોર્ટમાં દલિત અને આદિવાસી ન્યાયાધીશોની સંખ્યામાં વધારો થાય. બે વર્ષમાં આ છઠ્ઠો મોકો છે. જ્યારે આ એજન્ડાને લઈને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે ઉચ્ચ અદાલતોમાં જજાના નામની ભલામણ કરતી વખતે હાઈકોર્ટ જજાનું કોલેજિયમ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સારા પ્રતિભાશાળી વકીલોનું પણ ધ્યાન રાખે. જેથી તેમને અદાલતોમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપી શકાય. સરકાર દ્વારા પત્રમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને આગ્રહ કરાયો છે કે આવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રતિભાશાળી વકીલોનો ડેટાબેસ પણ તૈયાર કરી શકાય છે. જેથી હાઈકોર્ટમાં નવા જજાના નામોની ભલામણ કરતા પહેલા કોલેજિયમ આમાંથી પણ સારા વિકલ્પો પર વિચારણા કરી શકે.
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે જજો માટે નામોની ભલામણ કરતા પહેલા કોલેજિયમ પોતાની ચર્ચા અને સલાહનો પરિઘ પણ વધારે. તેવામાં આ ક્ષેત્રના અન્ય સ્ટેકહોલ્ડર્સની પણ સલાહ લઈ શકાય છે. સરકારનું સૂચન છે કે પારદર્શકતાને વધારવાના હેતુથી બાર એસોસિએશન, રાજ્યપાલ અથવા એડવોકેટ જનરલનો પણ અભિપ્રાય લઈ શકાય છે. આ વાત અલગ છે કે પહેલા પણ આવા પ્રકારની સલાહને હાઈકોટ્ર્સ કોલેજિયમ નકારી ચુક્યા છે. આ છઠ્ઠો મોકો છે કે જ્યારે મોદી સરકારે ૨૦૧૪માં કામકાજ સંભાળ્યા બાદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જજાના ઉચ્ચ અદાલતોમાં પ્રતિનિધિત્વ વધારવાની સલાહ આપી હોય.
ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ એમ. કે. જાસેફને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણને ફેરવિચારણા માટે મોકલ્યા બાદ કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયાધીશને લખેલા પત્રમાં આ મામલો જ ઉઠાવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે હાઈકોર્ટોમાં મોટી સંખ્યામાં ન્યાયાધીશોના પદ ખાલી છે. તેવામાં કોલેજિયમ એક અથવા બે નામોની ભલામણ શા માટે કરે છે. ભલામણો વધારે હોય તો કોઈ ઉમેદવાર વિરુદ્ધની ફરિયાદની સ્થિતિમાં વિકલ્પ ઉપલબ્ધ હોય.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



