સુરત,તા.૧૧
સુરતમાં ધોળા દિવસે યુવતીના અપહરણની ઘટના સામે આવી છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં બુધવારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ યુવતીનું અપહરણ કર્યું હતું.
જા કે તાત્કાલિક પોલીસે સ્થળ પર પહોંચીને યુવતીને મુક્ત કરાવી હતી. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
પ્રાથમિક વિગત પ્રમાણે સુરતના ચોક નોકરી પરથી પરત ફરતી મહિલાનું ડભોલી પાસેથી અપહરણ કરાયું હતું. યુવતી તેની નણંદ સાથે સ્કૂટીમાં ઘરે પરત ફરી રહી હતી ત્યારે સ્મામિનારાયણ મંદિર પાસે આવેલા છ અજાણ્યા શખ્સોએ યુવતીનો રસ્તો રોક્યો હતો.
કેટલાક શખ્સો કારમાંથી નીચે ઉતરી યુવતીને ઉઠાવી લઇ ગયા હતા. જા કે થોડી જ ક્ષણોમાં આસપાસ લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. જેને જાઇને અપહરણકર્તાઓ નાસી છૂટ્યા હતા.
કહેવામાં આવી રહ્યું છે કે યુવતીએ ૫ માસ પહેલાં પ્રેમી સાથે લવમેરેજ કર્યા હતા. આ કારણે કદાચ યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હોઇ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



