૨૦૧૮માં ૧૯૧ કાશ્મીરી યુવક આતંકવાદી બન્યા

0
7

વર્ષ-૨૦૧૭માં ૧૨૬ સ્થાનિક યુવક આતંકી બન્યા હતા
શ્રીનગર,તા.૫
વર્ષ ૨૦૧૮માં ૧૯૧ કાશ્મીરી યુવક જુદા જુદા આતંકવાદી સંગઠનો સાથે જાડાયા હતા જે સંખ્યા વર્ષ ૨૦૧૭ કરતા ૬૫ જેટલી વધુ હોવાનું વરિષ્ઠ લશ્કરી અધિકારીએ કહ્યું હતું. આતંકવાદી સંગઠનોમાં નવા ભરતી થયેલા યુવકોમાંથી મોટાભાગના અશાંત દક્ષિણ કાશ્મીર વિસ્તારના હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૧૭માં ૧૨૬ સ્થાનિક યુવક આતંકવાદી સંગઠનોમાં જોડાયા હોવાનું તેમણે કહ્યું હતું. દક્ષિણ કાશ્મીરના પુલવામા, શોપિયાં, કુલગામ તેમ જ અનંતનાગ આતંકવાદીઓના મુખ્ય કેન્દ્ર બની ગયા છે અને આ વિસ્તારના યુવકો આતંકવાદી સંગઠનોમાં જાડાઈ રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
મુખ્યત્વે હિઝબુલ મુજાહિદીન અને જૈશે મોહંમદ જેવા આતંકવાદી સંગઠનોમાં યુવકો વધુ પ્રમાણમાં ભરતી થઈ રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં આતંકવાદી સંગઠનોમાં ભરતી થયેલા કુલ ૧૯૧ યુવકમાંથી ૧૩૯ યુવક દક્ષિણ કાશ્મીરના હતા અને તેમાં પણ સૌથી વધુ ૫૯ યુવક પુલવામા જિલ્લાના હતા.
વર્ષ ૨૦૧૬થી આતંકવાદી સંગઠનોમાં જોડાતા યુવકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૬માં ૮૮ કાશ્મીર યુવક આતંકવાદી સંગઠનોમાં જોડાયા હતા. વર્ષ ૨૦૧૪માં ૫૩ તો વર્ષ ૨૦૧૬માં ૬૬ યુવક આતંકવાદી સંગઠનોમાં જાડાયા હતા, એમ તેમણે કહ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY