પણજી,તા.૧૧
બોલીવૂડ અભિનેતા પ્રીતક બબ્બર પર ગોવામાં એક મામલો દાખલ થયો છે. પ્રતીક પર ખરાબ ડ્રાઇવિંગ કરવાનો આરોપ લાગ્યો છે. કથિત રીતે પ્રતીક દ્વારા એક સ્કુટરને ટકકર મારવી અને ખોટી ભાષા બોલવાનો આરોપ દાખલ કરવામાં આવ્યો છે.
બોલીવૂડ અભિનેતા પ્રતીક બબ્બરની સામે ગોવા પોલિસએ મામલો દાખલ કર્યો છે કારણે તેમને એક સ્કૂટરને ટક્કર માર્યા બાદ સ્કુટર ચાલક સાથે ગેરવર્તન કર્યુ છે. પોરવોરિમ પોલિસ સ્ટેશનના ઈસ્પેકટર પરેશ નાયકે કહ્યું કે દુર્ઘટના બુધવાર સાજે પણજી-મૈપૂસ રોડ પર થઈ હતી.
ફરિયાદી પાઉલો કોર્રિયાએ આરોપ લગાવ્યો કે બુધવારે સાંજે તેઓ પોતાની બહેન સાથે કામથી જઈ રહ્યા હતા ત્યારે પ્રતીકે તેમની કાર સ્કુટરને ઝડપથી ટકકર મારી દુર્ઘટના થયા બાદ ત્યાં પ્રતીકે તેમની સામે ગંદી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
જણાવી દઈ કે પ્રતીક બબ્બર અનુભવ સિન્હાની ફિલ્મ મુલ્કમાં જાવા મળ્યો હતો. મુલ્કમાં પ્રતીકે એક આતંકવાદીનો રોલ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





