હવે એર ઈન્ડીયામાં ૨૫ કિ.ગ્રાથી વધુ સામાન લઈ જવા પર અલગથી ચાર્જ લાગશે

0
9

ન્યુ દિલ્હી,
હવે નેશનલ એરલાયન્સ કંપની એર ઈન્ડીયામાં સવારી મોંઘી થશે. હવે યાત્રીકો ૨૫ કિલો કરતા વધારે સામાન લઈ જશે તો તેમને પ્રતિકિલો ૧૦૦ રૂપિયા વધારે ચુકવવાના રહેશે અને તેના પર અલગથી ૧૨%ય્જી્‌ લગાડવામાં આવશે. આ અંગેનો સરક્યુલર એર ઈન્ડીયાએ બહાર પાડયો છે.
આ નવા ભાવ ૧૨ જૂનથી લાગૂ કરવામાં આવ્યા છે. હવે યાત્રીકોએ ૪૦૦ રૂપિયાના બદલે પ્રતિકિલોએ ૫૦૦ રૂપિયા ચુકવવાના રહેશે. જા કે ઉત્તર-પૂર્વના ઘણા રાજ્યોમાં આ વધારો લાગૂ કરાયો નથી.
આ રાજ્યોમાં અરુણાચલપ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કીમ અને પશ્ચિમ બંગાળને રાહત મળશે. જ્યાં અન્ય એરલાઈન્સ ૧૫ કિલો સામાનની પરવાનગી આપેલ છે.
ત્યાં એર ઇન્ડીયા ૨૫ કિલોગ્રામ સામાન લઈ શકે છે. અન્ય એરલાઇન્સ કિલો દીઠ ૨૫૦ થી ૪૦૦ રૂપિયાનો ચાર્જ કરે છે. એર ઈન્ડીયા અત્યાર સુધી નુકસાનનો સામનો કરી રહી છે. એપ્રિલમાં ૮૪ % પ્રવાસીઓ એર ઇન્ડીયા ગયા હતા. સમગ્ર દેશનો બજાર હિસ્સો ૧૩.૩% છે. આ વર્ષે કંપની ૯ એરબસ એ૩૨૦ નિયો એન્જિનનું ઉત્પાદન કરશે.
ઉલ્લેખનીય છે કે,સામાન લઈ જવાની સીમાની વાત કરીએ તો એર ઇન્ડીયા બીજી વિમાન કંપની કરતા વધારે છૂટછાટ આપતી રહે છે. એર ઇન્ડીયામાં ૨૫ કિલો સુધી સામાન લઈ જવાની છૂટ આપવામાં આવેલ છે. જ્યારે બીજી કંપની ૧૫ કિલો કરતા વધારે સામાન લઈ જવા પર ચાર્જ વસૂલ કરતી રહેતી હોય છે.
જા કે તમને જણાવી દઇએ કે, રેલવેમાં પણ ચોક્કસ વજન કરતા વધારે સામાન લઈ જવા પર અલગથી ચાર્જ લેવાની પ્રથા લાગુ કરવામાં આવી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY