માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં થયો ઘટાડો, અરબપતિઓની યાદીમાં આવ્યા ૬ ક્રમે

0
12

ઝુકરબર્ગ પર ચેરમેન પદ છોડવાનું દબાણ વધ્યું, કંપનીના વિવાદો બાદ રોકાણકારો નારાજ
કેલિફોર્નિયા,તા.૧૭
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના સંસ્થાપક અને CEO માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૭.૪ અરબ ડોલરનો ઘટાડો થયો છે. ૧૬ નવેમ્બરે ફેસબુકના શેરમાં ૩%નો ઘટી ૧૩૯.૫૩ ડોલર પર આવી ગયા, જે એપ્રિલ ૨૦૧૭ પછીનું સૌથી નીચલું સ્તર છે.
૩૪ વર્ષીય ઝુકરબર્ગ જે હાલમાં જ જેફ બેજાસ અને બીલ ગેટ્‌સ બાદ દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા, હવે બ્લૂમબર્ગ બિલિનિયર ઇન્ડેક્સમાં છઠ્ઠા સ્થાને આવી ગયા છે. આ ઘટાડા બાદ ઝુકરબર્ગ પાસે ૫૫.૩ અરબ ડોલરની સંપત્તિ છે. આ વર્ષે ૨૫ જુલાઇથી લઇને અત્યાર સુધીમાં તેમની સંપત્તિમાં ૩૧ અરબ ડોલરનો ઘટાડો આવી ચૂક્્યો છે.
ઉલ્લેખનિય છે કે, ડેટાની સુરક્ષાને લઇને અને રુસમાં નિર્વાચીન આયોગનો સામનો કરવા જેવી પરેશાનીઓથી ફેસબુક ઘેરાયેલું છે. અમેરીકામાં ડેમોક્રેટિક સાંસદોએ તે મીડિયા રિપોર્ટના આધારે માર્ક ઝુકરબર્ગ પાસે સ્પષ્ટતા માંગી છે. જેમાં કહેવામાં આવ્યું કે તેમની કંપની પોતાની પ્રાઇવસીના ટીકાકારો સામે પોતાની રણનીતિ બનાવવા માટે કોન્ટ્રેક્ટર્સનો ઊપયોગ કર્યો અને પોતાના નેટવર્ક પર રશિયન પ્રોપેગૈડાને પ્રોત્સાહન આપ્યું.
ફેસબુકના ચેરમેન અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ પર કંપનીના રોકાણકારો તરફથી રાજીનામું આપવાનું દબાણ વધ્યું છે. ન્યુઝ એજન્સીએ બ્રિટિશ સમાચારપત્ર ગાર્ડિયનના હવાલાથી શનિવારે આ અંગેની જાણકારી આપી છે. તેના જણાવ્યા પ્રમાણે ફેસબુકની રોકાણકાર કંપની ટ્રિલિયમ એસેટ મેનેજમેન્ટના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જાનસ ક્રોને ઝુકરબર્ગને ચેરમેનનું પદ છોડવાની માંગ કરી છે. રોકાણકારોનું આ વલણ ન્યુયોર્ક ટાઈમ્સના રિપોર્ટ બાદ પ્રકશમાં આવ્યું હતું. એનવાઈટીના રિપોર્ટમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું કે ફેસબુકે કોમ્પિટિટર કંપનીઓની વિરુદ્ધ લખવા માટે પીઆર ફર્મ ડિફાયનર્સને હાયર કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY