વધુ એક એટીએમ કાર્ડ ધારક સાથે છેતરપિંડી

0
6

સુરત, તા.૭
વરાછા સીતાનગર ચોકડી ખાતે ટ્રાન્સપોર્ટર પાસેથી એટીએમ કાર્ડનો પીન નંબર મોબાઈલ ફોન પર લઈને ખાતામાંથી ૭૧ હજાર રૂ. ઉપાડી લઈ ફરાર થઈ ગયો હોવાનો બનાવ પેટીએમ ધારક સામે નોંયો હતો. પુણા પોલીસે આઈટી એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મૂળ રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકાનાવતની અને હાલમા઼ દિનેશભાઈ ભીખાભાઈ મેદપરા પોતે ટ્રાન્સપોર્ટર છે. તેમના મોબાઈલ નંબરફોન આવ્યો હતો કે, બજાજ ફાયનાન્સમાંથી બોલું છું અને તમોને રૂ. ૫ લાખની લોન મળી શકે છે અને તે માટે રૂ. ૮૦ હજાર નાખવા પડશે તેમ જણાવી એટીએમ કાર્ડની ડીટેઈલ માગી ૭૧ હજાર ઉપાડી લઈ પેટીએમ ધારક ફરાર થઈ ગયો હતો. વેપારી દિનેશભાઈ મેદપરાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY