આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી

0
19

સુરત,તા.૧૭
સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જાળવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ધર્મભકિત રેસિડેન્સીની બાજુમાં અવાવરુ જગ્યાએથી એક ૪૫ વર્ષીય પરપ્રાંતીય આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પલસાણા પોલીસ અને સુરત જિલ્લા એસઓજીની ટીમ શનિવારના રોજ સવારે ૮.૦૦ વાગ્યેથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ સાંજે ૪ વાગ્યા સુધી આધેડના મોત અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં ભારે ચકચાર મચી ગઈ છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જાળવા ગામે જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ધર્મભકિત રેસિડેન્સીની બાજુમાંથી એક ૪૫ વર્ષીય અજાણ્યા આધેડનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સુરત જિલ્લા એસઓજીની ટીમ અને પલસાણા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આધેડની હત્યા થઈ હોવાની શકિયતા છે. મૂળ ઓડીસાના આધેડની ઓળખ પણ થઈ ચૂકી છે. જા કે આ અંગે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. શનિવારના રોજ દિવસના ચાર વાગ્યા સુધી પોલીસે અકસ્માત મોત કે હત્યાનો ગુનો નોંધ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ ફોરેન્સિક પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY