પાટણ,તા.૧૭
પાટણ જિલ્લામાં હાલમાં ખેડૂતો એરંડાનું વેચાણ કરવા માર્કેટ યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે અને ભાવમાં પણ ઉછાળો આવવા પામ્યો છે. જા કે ચાલુ વર્ષે ખેડૂતોને ભાવ ભલે ઊંચા મળતા હોય પરંતુ વેચાણ માટે માલનું ઉત્પાદન નહીંવત થવાના કારણે ખેડૂતોની સ્થિતિમાં કોઈ જ સુધારો જાવા નથી મળી રહ્યો.
પાટણ જિલ્લામાં ખેડૂતોએ હરખ સાથે એરંડાનું પોતાના ખેતરોમાં વાવેતર કર્યું હતું. જા કે વરસાદે હાથતાળી દેતા ખેડૂતોનો પાક નિષ્ફળ થયો હતો. તો વધુમાં કેનાલોમાં પણ પાણી નહિ છોડવાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. ત્યારે હાલમાં પાટણ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો પોતાનો એરંડાના માલનું વેચાણ કરી રહ્યાં છે. હાલમાં એરંડાના ભાવની વાત કરવામાં આવે તો રૂ. ૧,૧૦૦થી રૂ. ૧,૨૦૦નો ભાવ મળી રહ્યો છે. એક તરફ ભાવમાં ઉછાળો તો આવ્યો છે, પણ ખેડૂતોને માલનું ઉત્પાદન નહિ થવાના કારણે ઊંચા ભાવ પણ ખેડૂત માટે નકામા સાબિત થયા છે. એરંડાનો માલ ખેડૂતો માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે લાવી રહ્યા છે, ત્યારે ભાવમાં પણ સારો ઉછાળો રહેવા પામ્યો છે. પરંતુ ભાવમાં ઉછાળા પાછળનું કારણ વેપારીઓના મતે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે વેપારીઓએ ભાવમાં ઉછાળા પાછળનું કારણ ઉત્પાદનની ઘટ હોવાનું જણાવ્યું હતું. ચાલુ વર્ષે વરસાદ ઓછો વરસતા અને આગામી સિઝનમાં પાણીની ખેંચતાણ રહેવાના કારણે એરંડાની પાક વાવણીમાં પણ ખૂબ જ ઘટાડો થવાની ભીતિને લઈ હાલમાં ઊંચા ભાવે વેપારીઓ માલ ખરીદી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



