મ.પ્રદેશનો રેકોર્ડ, ૧૦ મહિનામાં ૧૫૦ દુષ્કર્મીઓને આપી આજીવન જેલની સજા

0
5

ભોપાલ,તા.૧૭
મધ્ય પ્રદેશની અલગ-અલગ અદાલતોએ ૧૦ મહિનામાં લગભગ ૧૫૦ દુષ્કર્મીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ એકમાત્ર રાજ્ય છે જે સરકારી વકીલોને કોર્ટમાં અપરાધીઓને સખત સજા આપવા માટે એવોર્ડનાં રૂપે પોઈન્ટસ આપે છે. ટ્રાયલ અદાલતોએ ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધી ૧૬ મામલાઓમાં મોતની સજા સંભળાવી છે. જેમાંથી ૧૪ મામલામાં પીડિત નાબાલિગ હતી.
આટલા ટુંકા સમયમાં દેશમાં મૃત્યુદંડ આપવાના મુદ્દે આ સંખ્યા ખુબ વધારે છે. આમાં, હાઇકોર્ટે ત્રણ કેસોમાં મૃત્યુદંડ પર મહોર લગાવી છે. જ્યારે ત્રણ કેસોમાં ફાંસીની સજાને ઘટાડીને આજીવન કારાવાસની કરવામાં આવી છે. સત્તાવાર વકીલના ડિરેક્ટર રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હાઇકોર્ટે કોઈને બરતરફ કર્યો નથી. તે તપાસની ગુણવત્તા અને વકીલ પક્ષનાં સારા કાર્યને બતાવે છે.
કુમારે કહ્યું કે ૧૫૦ ટ્રાયલમાં અપરાધીઓને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે, જેમાં પીડિત નાબાલિગ હતી. સત્તાવાર વકીલો જે કોઈપણ કિસ્સામાં મૃત્યુ દંડની સજાને જાળવી રાખે છે તે ૧૦૦૦ પોઈન્ટ મેળવે છે તેમજ તેમને દરેક આરોપીની આજીવન કારાવાસની સજા પર ૫૦૦ પોઇન્ટ આપવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં મધ્યપ્રદેશની ઝડપી સુનાવણીનો ઉલ્લેખ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY