ન્યુ દિલ્હી,તા.૨૨
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર ફરી એકવાર તેની બોલિંગને લઇ ચર્ચામાં આવ્યો છે. અર્જુને બુધવારે અંડર ૧૯ કૂચ બેહાર ટ્રોફી મેચમાં દિલ્હીની સામે પાંચ વિકેટ ઝડપી પાડી હતી. મુંબઇનું પ્રતિનિધિત્વ કરી રહેલા અર્જુને ૯૮ રન આપી પાંચ વિકેટ લીધી જેનાથી દિલ્હીની ટીમના ફિરોઝ શાહ કોટલા મેદાન પર મેચના ત્રીજા દિવસે સ્ટંપ સુધી પહેલી મેચમાં ૯ વિકેટ પર ૩૯૪ રન બનાવ્યા.
મુંબઇને ઓપનિંગ બેટ્સમેન દિવ્યાંશે (૨૧૧) બે સદીના કારણે પહેલી બેટિગ કરતા ૪૫૩ રન બનાવ્યા હતા. દિલ્હીની ટીમ અત્યારે પણ મુંબઇથી ૫૯ રન પાછળ છે. અર્જુનના વિરોધી કેપ્તાન આયુષ બડોની, વૈભવ કાંડપાલ, વિકેટકીપર ગુલજાર સિંહ સંધૂ, રિતિક શૌકીન અને પ્રશાંત કુમાર ભાટીની વિકેટ ઝડપી પેવેલિયન પરત મોકલ્યા હતા. ડાબા હાથના ફાસ્ટ બોલર અર્જુન મુંબઇ અંડર ૧૯ ટીમનો નિયમિત સભ્ય છે.
હાલમાં જ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ કેસી મહેન્દ્ર શીલ્ડ અંડર ૧૯ ટૂર્નામેન્ટમાં વિજય મર્ચેંટ ઇલેવનની તરફથી રમી રહેલા અર્જુને શાનદાર પ્રદર્શન કર્યું અને વિજય માંજરેકર ઇલેવનની સામે ૭૦ રન આપી ૬ વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગના કારણે વિજય માંજરેકર ઇલેવન બીજી ઇનિંગ્સમાં માત્ર ૨૧૬ રન બનાવી શકી હતી. અર્જુનની ટીમે ચૌથી ઇનિંગમાં જરૂરી રન બનાવી મેચ પર વિજય હાંસલ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



