મુંબઈ,તા.૧૯
આજે ધડક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની કહાની કેવી હશે, તેનો અંદાજ તો ટ્રેલર જાઈને આવી ગયો હશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, ફિલ્મ ધડકની ક્લાઈમેક્સ કેવી હશે. તે મરાઠી ફિલ્મ સૈરાટ જેવી છે, તેથી તેનું ક્લાયમેક્સ સૈરાટ જેવું ટ્રેજેડીભર્યું હશે, કે પછી તેને બદલી દેવામાં આવ્યું છે. પરંતુ તેનો ક્લાયમેક્સ કેવો હશે તેનો ખુલાસો ખુદ જ્હાન્વીએ એક ઈન્ટરવ્યૂમાં જાહેર કરી દીધું.
જ્હાન્વી કપૂરે કહ્યુ કે, આ ફિલ્મમાં તે ઉદયપુર શાહી પરિવારની યુવતીનું પાત્ર ભજવી રહ્યુ છે. ધડક આમ બોલિવુડની અન્ય ફિલ્મોની જેમ નથી, જેમાં કડવુ સત્ય છુપાવી લેવામાં આવે છે. તેણે કહ્યુ કે, આ એક કડવુ સત્ય છે. ધડક કોઈ મસાલા ફિલ્મ નથી, જેમાં અંતે માતાપિતા માની જાય છે, અને જેનો શાનદાર અંત થાય છે. ફિલ્મમાં અસલ જિંદગીનું સત્ય બતાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મની રિમેક ધડક આવતીકાલે ૨૦ જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂક બોલિવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તેની સાથે લીડ રોલમાં ઈશાન ખટ્ટર નજરે આવશે. આ ફિલ્મ મરાઠી પોપ્યુલર ફિલ્મ સૈરાટની જેમ બનાવાઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





