
મુંબઈ,તા.૩૧
હોનહાર અભિનેતા અર્જુન કપૂરે પોતાની એક બધિર ફેન સાથે વાત કરવા ગણતરીના કલાકોમાં સાઇન લેંગ્વેજ શીખી લીધી હોવાની માહિતી મળી હતી. ફિલ્મ સર્જક રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ફિલ્મ નેપાળમાં ફ્લોર પર જઇ રહી હોવાથી અર્જુન ખાસ્સી ઉતાવળમાં હતો. પરંતુ આ બધિર ટીનેજર પ્રીતા પાટિલ માટે એણે ખાસ સમય ફાળવ્યો અને એ ટીનેજરને પોતાને ત્યાં બોલાવી. પોતે એક ટ્રેનરને બોલાવી રાખી હતી અને ગણતરીના કલાકોમાં એણે મૂક બધિર લોકો માટેની ઇશારાની ભાષા (સાઇન લેંગ્વેજ ) શીખી લીધી હતી. ત્યારબાદ એણે પ્રીતા સાથે ઇશારાની ભાષામાં વાત કરી હતી જેની વિડિયો ક્લીપ પણ તૈયાર કરાવી હતી.
શિકાગોમાં વસતી એક ફેન કેરેન ગ્રેવાલે અર્જુનને લખ્યું હતું કે તમારી કોમેડી વિડિયો ક્લીપમાં સબ ટાઇટલ્સ નહીં હોવાથી અમે એને માણી શક્યા નહોતા. હું એક બધિર યુવતી છું. આ સંદેશા પરથી અર્જુનને ખ્યાલ આવ્યો હતો કે હિન્દી ભાષા નહીં જાણતા અથવા મૂકબધિર લોકો એની ફિલ્મોને માણી શકતા નથી. હવે પછી સબટાઇટલ્સ જરૂર મૂકાવજો.
અર્જુનની નિકટનાં સૂત્રોએ કહ્યું કે અર્જુનને આ સંદેશો મળ્યો ત્યારબાદ એણે એક યોજના વિચારી કાઢી. આમ તો અર્જુન અંતર્મુખ વ્યક્તિ છે પરંતુ પોતાના ફેન્સ માટે એ કંઇ પણ કરવા તૈયાર હોય છે. એ માત્ર થોડા કલાકોમાં સાઇન લેંગ્વેજ શીખ્યો અને એની વિડિયો ક્લીપ બનાવડાવીને એ કેરેનને પણ મોકલી. આ વિડિયો ક્લીપમાં અર્જુન શિકાગોમાં બેઠેલી કેરેન સાથે ઇશારાની ભાષામાં વાત કરતો જોઇ શકાય છે.
(જી.એન.એસ)
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



