ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડનો ફર્સ્ટ લૂક રજૂ થયો

0
12

અર્જુન કપૂર હીરો તરીકે ચમકી રહ્યો છે
મુંબઈ,તા.૫
હોનહાર અભિનેતા અર્જુન કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રાજકુમાર ગુપ્તાની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના ફર્સ્ટ લૂકને મંગળવારે રિલિઝ કરાયો હતો.
ટ્રેડ પંડિત તરણ આદર્શે સોશ્યલ મિડિયા પર આ ફર્સ્ટ લૂકને શૅર કરતાં લખ્યું હતું,’અર્જુન પ્રભાતનો રોલ કરે છે… ફોક્સ સ્ટાર સ્ટુડિયો અને રાજકુમાર ગુપ્તા નિર્મિત અને રાજકુમાર ગુપ્તા નિર્દેશિત ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડનો ફર્સ્ટ લૂક પ્રસ્તુત છે… આ ફિલ્મ ૨૦૧૯ના મેની ૨૪મીએ રજૂ કરવાની એના સર્જકોની યોજના છે…’
અગાઉ રાજકુમાર ગુપ્તાએ નો વન કીલ્ડ જેસિકા અને અજય દેવગણ સાથે રેડ ફિલ્મ આપી ચૂક્યા છે. અર્જુન પહેલીવાર તેમની સાથે કામ કરી રહ્યો છે. અર્જુનની ક્રમવાર આ બારમી ફિલ્મ છે.
આ ઉપરાંત અર્જુન ટોચના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ નમસ્તે ઇંગ્લેંડ કરી રહ્યો છે. એમાં પરિણિતી ચોપરા એની હીરોઇન છે. દિવસે દિવસે એ વધુ ને વધુ બીઝી થતો રહ્યો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY