ભણસાલીની આગામી ફિલ્મમાં સલમાન ખાન ચમકશે

0
9


મુંબઈ,તા.૫
ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં સુપર સ્ટાર સલમાન ખાન ચમકશે એવી માહિતીને સમર્થન મળ્યું હતું.
અગાઉ આ બંને હમ દિલ દે ચૂકે સનમ અને સાંવરિયા જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. ત્યારબાદ બંને પોતપોતાના કામમાં બીઝી થઇ જતાં સાથે કામ કરી શક્યા નહોતા. હવે દસ વર્ષના સમયગાળા બાદ બંને ફરી સાથે કામ કરશે એવી જાણકારી મળી હતી.
ગોવામાં પોતાના હિટ ટીવી શો બીગ બોસના લોંચિંગ પ્રસંગે મિડિયા સાથે વાત કરતાં સલમાને આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે આ ફિલ્મને હાલ ઇન્શાલ્લાહ નામ આપવામાં આવ્યું છે.
જો કે ત્યારબાદ એણે રમૂજ કરતાં કહ્યું હતું કે મને એક લાઇનની કથા સંભળાવવામાં આવી હતી. એનાથી વધુ હું કંઇ કહી શકું એમ નથી. મારા ફોન ભણસાલી ઉપાડતા નથી. તમે એમને પૂછી જુઓ કે ઇન્શાલ્લાહ ફિલ્મની વાત કેટલેક પહોંચી છે ?
તમે ફિલ્મો અને ટીવી શોના શૂટિંગના ટાઇટ શિડયુલને શી રીતે પહોંચી વળો છો એવા સવાલના જવાબમાં ૫૨ વર્ષના આ અભિનેતા સલમાન ખાને કહ્યું કે હું લકી છું કે મારો શોખ અને મારો વ્યવસાય એક જ છે. એટલે મને કદી કામનો કંટાળો કે થાક લાગતાં નથી. કામ કરતાં કરતાં અને અનુભવો મેળવતાં મેળવતાં આ પ્રકારની દોડાદોડને હેન્ડલ કરવાની ફાવટ આવી જાય છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY