
મુંબઈ,તા.૧૭
દેશી ગર્લ પ્રિયંકાને સલમાન ખાનની નારાજગી વહોરવાનું ભારી પડવાનું હોય તેમ લાગી રહ્યું છે. એક સમયે સલમાનની બહેન અર્પિતા અને પ્રિયંકાને સારા બહેનપણા હતા. પરંતુ હવેથી અર્પિતાએ પણ પ્રિયંકા સાથે બોલચાલ બંધ કરી દીધી છે.
સૂત્રની વાત સાચી માનીએ તો બોલીવૂડના જાણીતા ડિઝાઇનરની પાર્ટીમાં સલમાનની બહેન અર્પિતા, ભાભી સીમા ખાન, વિદેશી ગર્લફ્રેન્ડ લૂલિયા વન્તુર, તેમજ સલમનાના કેમ્પની ડેઈઝી શાહ અને સોનાક્ષી સિંહા હાજર હતા. પરંતુ પાર્ટીમાં અર્પિતાએ એક વાર પણ પ્રિયંકા સાથે વાતચીત કરી નહોતી. એટલું જ નહીં લૂલિયા અને સીમા ખાન પણ પ્રિયંકાથી દૂર દૂર રહી હતી.
પ્રિયંકા નારાજ સલમાનને મનાવાના પ્રયાસ કરી રહી છે. તેણે અર્પિતાના પતિને તેની ડેબ્યુ ફિલ્મ માટે શુભેચ્છા પણ પાઠવી હતી. પરંતુ સહુ કોઇ જાણે છે કે એક વખત નારાજ થયેલા સલમાનને ફરી મનાવવો સરળ નથી. આ સાથેસાથે પ્રિયંકાએ અર્પિતા સાથેની ગાઢ દોસ્તી પણ ભાંગી નાખી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



