વૃદ્ધ મહિલાને કેટલાક લોકોએ હાથ બાંધીને સમુદ્રમાં ફેંકી,લોકો વિડિયો બનાવતા રહ્યા!!!

0
113

ચેન્નાઈ,
તા.૨૬/૦૩/૨૦૧૮

તામિલનાડુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો એક વૃદ્ધ મહિલાનો હાથ બાંધીને તેને સમુદ્રના કિનારે ફેંકતા જાવા મળી રહ્યાં છે. વીડિયોમાં જાઈ શકાય છે કે એક યુવક વૃદ્ધ મહિલાને કિનાર પર લઈ જાય છે. અને પછી તેને પાણીમાં ફેંકી દે છે. વીડિયો તામિલનાડુના નાગરકોઈલ વિસ્તારનો બતાવવામાં આવી રહ્યું છે. મહિલા પર બાળકને ચોરી કરવાનો આરોપ હતો.

ઘટના એવી છે કે આ મહિલા તે વિસ્તારમાં જમવાનું માગી રહી હતી. ત્યારે કેટલાક લોકોએ તેને પકડીને તેના પર બાળકોની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેને ઝાડ સાથે બાંધીને ધમકાવવામાં આવી અને બાદમાં સમુદ્રના પાણીમાં ફેંકીને પીડા આપી હતી.

ઘટના સામે આવ્યા બાદ વીડિયોમાં જાવા મળી રહેલા યુવકો પર હજુ સુધી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી અને મહિલાની ઓળખ પણ થઈ શકી નથી.

વેબસાઈટ સાથે વાત કરતા જાણવા મળ્યું કે થમરઈકુલમ સાઉથ પોલીસનું કહેવું છે કે મહિલા પર સ્થાનિક લોકોને શંકા હતી. અને તે મહિલા બાળકોની ચોરી કરવામાં આવી હતી. જેથી લોકો તેને ચેતવણી આપવા માટે સમુદ્રમાં ફેંકી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY